અંતરિક્ષમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ અંગે આવ્યા સારા સમાચાર
Sunita Williams : સુનિયા વિલિયમ્સ 8 દિવસના અંતરિક્ષના સફરે ગયા હતા, પરંતું હવે 36 દિવસ બાદ પણ તેમના પરત ફરવાના કોઈ અણસાર નથી, ત્યારે આ વચ્ચે બૂચ વિલ્મર અને સુનિતા વિલિયમ્સે સ્પેસમાંથી પ્રેસ કોન્ફરન્સ કરી
Trending Photos
Astronaut Sunita Williams : અંતરિક્ષમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ અંગે સારા સમાચાર સામે આવ્યા.... બૂચ વિલ્મર અને સુનિતા વિલિયમ્સે સ્પેસમાંથી પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી કે તેમને અંતરિક્ષમાં કોઈ સમસ્યા નથી અને બહુ ઝડપથી તેઓ પૃથ્વી પર પાછા આવશે... આ સિવાય સુનિતા વિલિયમ્સે બીજું શું કહ્યું?,,. ક્યારે તેઓ સ્પેસ સ્ટેશનમાં ગયા હતા?.. જોઈશું આ અહેવાલમાં...
- સુનિતા વિલિયમ્સ અંગે આવ્યા મોટા સમાચાર
- સુનિતા વિલિયમ્સે તમામની ચિંતાને દૂર કરી દીઘી
નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મરને સ્પેસ સ્ટેશન પર ગયા તેને 36 દિવસ થઈ ગયા છે. તે પહેલીવાર બોઈંગ કંપનીની સ્ટારલાઈનર સ્પેસશીપથી ગયા. તે એક ટ્રાયલ ઉડાન હતી જે સફળ પણ રહી હતી. કેમ કે સ્પેસ સ્ટેશનમાં તેઓ પહોંચી ગયા હતા. પરંતુ સ્ટારલાઈનર કેપ્સુલમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી. જેના વિશે નાસા અને બોઈગને તમામ માહિતી હતી.
સુનીતા-વિલ્મરે પ્રેસ કોન્ફરન્સ કરી
બુધવારે સુનીતા અને બુચ વિલ્મરે સ્પેસ સ્ટેશનથી પત્રકારો સાથે વાત કરી. જેમાં તેમણે જણાવ્યું કે કેવું લાગે છે તે જાણીને તે તમારા સ્પેસક્રાફ્ટમાં ગરબડ છે? સુનિતા વિલિયમ્સે કહ્યું કે મને મારા દિલમાં ખૂબ જ સારું ફિલિંગ થઈ રહ્યું છે કે અવકાશયાન અમને ઘરે પરત પહોંચાડશે, અમને કોઈ સમસ્યા નથી. બુચ વિલ્મરે કહ્યું કે લોન્ચ તો શાનદાર હતું. અમે બંને સીટ પર બેઠા હતા. કેપ્સુલે ગર્જના સાથે વાયુમંડળમાં પ્રવેશ કર્યો. અમે માઈક્રોગ્રેવિટીનો અનુભવ કરી રહ્યા હતા.
8 દિવસની યાત્રા 36 દિવસની થઈ ગઈ
બંને અવકાશયાત્રીની યાત્રા માત્ર 8 દિવસની હતી પરંતુ હવે તેની ઉપર બીજા 28 દિવસ વીતી ગયા છ. પરંતુ હજુ સુધી એ ખબર નથી કે બંને ક્યારે પાછા ધરતી પર આવશે. જોકે ખુશીની વાત એ છે કે બંને સ્પેસ સ્ટેશનમાં સુરક્ષિત છે. જ્યારે દુનિયાભરની મીડિયાએ આ અંગે સવાલ ઉઠાવ્યો તો નાસા-બોઈંગે કહ્યું કે બંને સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા નથી.
ઝડપથી પૃથ્વી પર આવે તેવી સંભાવના
નાસા પોતાના બંને અવકાશયાત્રીઓને ઝડપથી પૃથ્વી પર લાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. હવે બંને અવકાશયાત્રી કઈ રીતે નીચે આવશે અને ક્યારે આવશે તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ બંને સકુશળ ધરતી પર આવશે તેવી દુનિયા આશા રાખી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે