Afghanistan: તાલિબાને વધુ એક પ્રાંતની રાજધાની પર કર્યો કબજો, જેલમાંથી 730 કેદીઓને છોડી મુક્યા
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના હટ્યા બાદ તાલિબાન સતત અફઘાનિસ્તાનમાં હુમલા કરી રહ્યું છે અને અત્યાર સુધી અનેક પ્રાંતમાં પોતાનો કબજો જમાવી લીધો છે. એક સપ્તાહથી ઓછા સમયમાં વિદ્રોહીઓના હાથોમાં જનારી પાંચમી પ્રાંતીય રાજધાની છે.
Trending Photos
કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક સતત વધી રહ્યો છે અને આતંકીઓએ જવઝાન પ્રાંતની (Jowzjan Province) રાજધાની શેબર્ગન શહેર પર (Taliban captures Sheberghan) કબજો કરી લીધો છે. મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના હટ્યા બાદ તાલિબાન સતત અફઘાનિસ્તાનમાં હુમલા કરી રહ્યું છે અને અત્યાર સુધી અનેક પ્રાંતમાં પોતાનો કબજો જમાવી લીધો છે. એક સપ્તાહથી ઓછા સમયમાં વિદ્રોહીઓના હાથોમાં જનારી પાંચમી પ્રાંતીય રાજધાની છે.
જેલમાં બંધ 730 લોકોને છોડી મુક્યા
જવઝાન પ્રાંતની રાજધાની શેબર્ગન શહેર પર કબજો કર્યા બાદ તાલિબાનના જનરલ અબ્દુલ રશીદ દોસ્તમે જેલમાંથી 700 પુરૂષો અને 30 મહિલાઓને છોડી મુકી છે. આ સાથે તાલિબાન અન્ય ક્ષેત્રોને પોતાના નિયંત્રણમાં કરવા માટે આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચોઃ Flight માં સેલિબ્રિટીને કંટાળો આવતો હતો, તો ટાઈમપાસ કરવા જાહેરમાં જ મંડી પડ્યાં! Photos થયા Viral
તખારની રાજધાની પર પણ કબજો
તખાર પ્રાંતના જનપ્રતિનિધિઓએ કહ્યું કે, તાલિબાન આતંકીઓએ રવિવારે ઉત્તરી તખાર પ્રાંતની રાજધાની તાલેકાન પર નિયંત્રણ કરી લીધુ. તેમણે કહ્યું કે તાલિબાને તે અંતિમ ક્ષેત્રો પર પણ નિયંત્રણ કરી લીધુ, જેને તેણે એક મહિનાની ઘેરાબંધી બાદ નિયંત્રિત ન કર્યું હતું. સાથે તાલિબાન વિદ્રોહીઓએ રવિવારે ઉત્તરી અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતની રાજધાનીના મોટાભાગને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે.
કુંદુજ પ્રાંતની રાજધાનીની નજીક પહોંચ્યા તાલિબાની
સાથે તાલિબાન વિદ્રોહીઓએ રવિવારે ઉત્તરી અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતની રાજધાનીના મોટાભાગ પર નિયંત્રણ કરી લીધું છે. પ્રાંતીય પરિષદના બે સભ્યોએ જણાવ્યું કે, તાલિબાને એક દિવસની લડાઈ બાદ ગવર્નર કાર્યાલય અને પોલીસ મુખ્યાલયને નિયંત્રણમાં લઈ લીધુ. તેમણે જણાવ્યું કે, તાલિબાને આ સાથે મુખ્ય જેલ ઇમારત પર પણ કબજો કરી લીધો, જ્યાં તાબિલાનના સભ્યો સહિત 500 કેદીઓને છોડી દીધા છે. જો કુંદુજ પ્રાંત તાલિબાનના નિયંત્રણમાં આવે છે તો તે તાલિબાન માટે મહત્વપૂર્ણ હશે. તે 340000 થી વધુ વસ્તી સાથે દેશના મોટા શહેરોમાંથી એક છે.
આ પણ વાંચોઃ 9th August: પહેલાં હિરોશિમા, બાદમાં નાગાસાકી કેમ અમેરિકાને જરૂર પડી જાપાન પર બીજા એટમિક એટેકની?
કુંદુજથી માત્ર 335 કિમી દૂર છે રાજધાની કાબુલ
પ્રાંતીય પરિષદના સભ્ય ગુલામ રબાનીએ જણાવ્યુ કે વિદ્રોહીઓ અને સરકારી દળો વચ્ચે લડાઈ કુંદુજ એરપોર્ટ અને અન્ય ભાગમાં ચાલી રહી છે. કુંદુજ રણનીતિ જગ્યા પર સ્થિત છે, જ્યાંથી ઉત્તરી અફઘાનિસ્તાનની સાથે-સાથે લગભગ 335 કિલોમીટર દૂર સ્થિત રાજધાની કાબુલ સુધી સારી પહોંચ છે. કુંદુજથી પ્રાંતીય પરિષદના અન્ય સભ્યએ કહ્યું કે, સેના માત્ર એરપોર્ટ અને મુખ્ય સેના બેરેકને નિયંત્રિત કરે છે અને તાલિબાન તે ક્ષોત્રો સિવાય કુંદુજના બધા ક્ષેત્રોને નિયંત્રિત કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે