Lockdown: ફેક્ટરી ખોલવાની મંજૂરી ન મળતા ગુસ્સે થયા ટેસ્લાના CEO, નોંધાવ્યો કેસ
અમેરિકામાં જ્યાં કોરોના (Coronavirus)ના વધતા સંકટે સરકારને મુશ્કેલીમાં મુકી દીધી છે. ત્યારે ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા (Tesla)એ કેલિફોર્નિયા (California)ના વહીવટીતંત્ર સામે કેસ દાખલ કર્યો છે. કેમ કે, લોકડાઉનના કારણે તેને પ્લાન્ટ ખોલવાની પરવાનગી મળી રહી નથી. ત્યારે કંપનીના CEO એલોન મસ્ક (Elon Musk)એ વહિવટી તંત્રના પ્રતિબંધોને ખોટા ગણાવી ટેસ્લાની મુખ્ય ઓફિસ અને ભાવિ કાર્યક્રમોને કેલિફોર્નિયાથી ટેક્સાસ અથવા નેવાડા ખસેડવાની ધમકી આપી છે, ઉલ્લેખનીય છે કે, કોરોનાના પ્રસારને સિમિત કરવાના પ્રયત્નોના ભાગ રૂપે પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યો છે.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકામાં જ્યાં કોરોના (Coronavirus)ના વધતા સંકટે સરકારને મુશ્કેલીમાં મુકી દીધી છે. ત્યારે ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા (Tesla)એ કેલિફોર્નિયા (California)ના વહીવટીતંત્ર સામે કેસ દાખલ કર્યો છે. કેમ કે, લોકડાઉનના કારણે તેને પ્લાન્ટ ખોલવાની પરવાનગી મળી રહી નથી. ત્યારે કંપનીના CEO એલોન મસ્ક (Elon Musk)એ વહિવટી તંત્રના પ્રતિબંધોને ખોટા ગણાવી ટેસ્લાની મુખ્ય ઓફિસ અને ભાવિ કાર્યક્રમોને કેલિફોર્નિયાથી ટેક્સાસ અથવા નેવાડા ખસેડવાની ધમકી આપી છે, ઉલ્લેખનીય છે કે, કોરોનાના પ્રસારને સિમિત કરવાના પ્રયત્નોના ભાગ રૂપે પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યો છે.
મસ્ક સતત કેલિફોર્નિયાના અલ્મેડા કાઉન્ટીમાં ટેસ્લાનો પ્લાન્ટ ખોલવાની માગ કરી રહ્યો છે. જોકે, સ્વાસ્થ્ય વિભાગ તેને મંજૂરી આપવાનો ઇનકાર કરી રહ્યો છે. તેનું કહેવું છે કે જ્યાં સુધી મહામારીને રોકવા માટે લોકડાઉન જેવા પગલા અસરકારક છે ત્યાં સુધી ટેસ્લાને પ્લાન્ટ ખોલવાની મંજૂરી આપી શકાશે નહીં. ત્યારે કંપનીની દલીલ છે કે તેણે 'રીટર્ન-ટુ-વર્ક' યોજના સંપૂર્ણ રીતે તૈયાર કરી છે. જેમાં કર્મચારીઓ માટે ઓનલાઇન વીડિયો તાલીમ, કાર્યક્ષેત્ર વિભાજન ક્ષેત્ર, તાપમાન ચકાસણી, સુરક્ષાત્મક ઉપકરણો પહેરવા અને કડક સફાઇ અને ડિસિન્ફેક્ટ પ્રોટોકોલ સામેલ છે.
બંધારણની વિરુધ્ધ ગણાવ્યું
કંપનીએ કહ્યું કે, તેણે અલ્મેડા કાઉન્ટીના સ્વાસ્થ્ય અધિકારીઓને તેની 'રિટર્ન-ટૂ-વર્ક' યોજના વિશે જાણ કરી હતી, પરંતુ તેઓએ મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. તેણે વધુમાં કહ્યું કે અલ્મેડા કાઉન્ટીનું આ વલણ ફેડરલ અને કેલિફોર્નિયા બંધારણની વિરુદ્ધ છે, સાથે સાથે રાજ્યપાલના આદેશોનું ઉલ્લંઘન કરે છે.
મસ્કની ટીકા શરૂ
એલોન મસ્ક અને તેની કંપનીના આ પગલાની પણ ટીકા થઈ રહી છે. રાજકારણી લોરેના એસ. ગોન્ઝાલેઝ (Lorena S Gonzalez)એ સોશિયલ મીડિયા પર મસ્ક સામે ટિપ્પણી કરી છે. તેણે પોતાની ટ્વિટમાં ટેસ્લાના CEO વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. જેનો મસ્કે શિષ્ટાચાર સાથે જવાબ આપ્યો છે. તેણે લખ્યું, 'તમારો સંદેશ મળ્યો છે'.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે