Corona Virus વિરુદ્ધ વૈશ્વિક લડાઈમાં મદદ માટે WHO એ કરી પીએમ મોદીની પ્રશંસા, જાણો શું કહ્યું
ભારત વિશ્વમાં સૌથી વધુ વેક્સિનનું ઉત્પાદન કરતો દેશ છે. ભારતે બે કોવિડ વેક્સિન (Corona Vaccine) ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. તેમાં સીરમ દ્વારા નિર્મિત ઓક્સફોર્ડ એસ્ટ્રેઝેનેકાની વેક્સિન કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન સામેલ છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona Virus) વિરુદ્ધ લડાઈમાં ભારત દ્વારા આપવામાં આવી રહેલા યોગદાનની વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization, WHO) એ પ્રશંસા કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમ ઘેબરેસર્સ (Director General Tedros Adnom Ghebresors) એ શનિવારે કોરોના વિરુદ્ધ જારી વૈશ્વિક લડાઈમાં મહત્વના યોગદાન માટે ભારતનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, કોરોના (Corona Virus) વિરુદ્ધ લડાઈને સતત સમર્થન આપવા માટે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો આભાર. જો આપણે મળીને કામ કરીશું અને જ્ઞાનની વહેચણી કરીશું તો ચોક્કસપણે આ મહામારીને હરાવી જિંદગીઓ બચાવી શકીએ છીએ.
ઉલ્લેખનીય છે કે ભારત સતત પાડોશી દેશોને કોવિડ વેક્સિન (Corona vaccine) આપી રહ્યું છે. ભૂટાન, માલદીવ, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, બ્રાઝિલ અને મોરક્કોને વેક્સિનનો પ્રથમ જથ્થો મોકલી દેવામાં આવ્યો છે. કાલે શુક્રવારે કોરોનાથી સંકટમાં ઘેરાયેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો મળતા ભારત અને પીએમ મોદી (PM Narendra Modi) ની પ્રશંસા કરી હતી. બોલસોનારો (Jair M Bolsonaro) એ બજરંગ બલીની એક તસવીર ટ્વીટ કરી જેમાં ભગવાન સંજીવની બૂટી લઈ આવી રહ્યાં છે. બોલસોનારો (Jair M Bolsonaro) નું આ ટ્વીટ ચર્ચાનો વિષય બનેલું છે.
Thank you #India and Prime Minister @narendramodi for your continued support to the global #COVID19 response. Only if we #ACTogether, including sharing of knowledge, can we stop this virus and save lives and livelihoods.
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) January 23, 2021
હકીકતમાં ભારત વિશ્વમાં સૌથી વધુ વેક્સિનનું ઉત્પાદન કરતો દેશ છે. ભારતે બે કોવિડ વેક્સિન (Corona Vaccine) ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. તેમાં સીરમ દ્વારા નિર્મિત ઓક્સફોર્ડ એસ્ટ્રેઝેનેકાની વેક્સિન કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન સામેલ છે. આ વેક્સિન દ્વારા દેશમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતની કોવિડ વેક્સિન વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર છે. તેને ખરીદવા માટે ઘણા દેશોએ ભારત સરકારનો સંપર્ક કર્યો છે. ભારત વસુધૈવ કુટુંબકમ અને પાડોશી પ્રથમની નીતિ હેઠળ બીજા દેશોને વેક્સિન મોકલી મદદ કરી રહ્યું છે. ભારતના આ પગલાની વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે.
- Namaskar, Primeiro Ministro @narendramodi
- O Brasil sente-se honrado em ter um grande parceiro para superar um obstáculo global. Obrigado por nos auxiliar com as exportações de vacinas da Índia para o Brasil.
- Dhanyavaad! धनयवाद pic.twitter.com/OalUTnB5p8
— Jair M. Bolsonaro (@jairbolsonaro) January 22, 2021
ધ્યાન આપવા જેવી વાત છે કે ચીને આ પહેલા પોતાની વેક્સિનની અસરકારકતાને લઈને મોટા દાવા કર્યા હતા, પરંતુ હાલમાં બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ તેના દાવાની પોલ ખોલી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અભ્યાસમાં સામે આવ્યું કે, સિનોવૈક બાયોટેકની વેક્સિન કોરોનાવૈક વાયરસ વિરુદ્ધ લડવામાં માત્ર 50.4 ટકા અસરકારક છે. આ કારણ છે કે વિશ્વની નજર ભારત પર છે. કાલે શુક્રવારે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ કે, ભારત આવનારા દિવસોમાં તબક્કાવાર પોતાના ભાગીદાર દેશોને કોવિડ-19 રસી પૂરી પાડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે