કોરોના વાયરસઃ ભારત-અમેરિકા કરી રહ્યાં છે માહિતીનું આદાન-પ્રદાન, 3 રસી પર થઈ રહ્યું છે કામ
અમેરિકામાં ભારતના રાજદૂત ટી એસ સંધૂનું કહેવું છે કે ભારત અને અમેરિકા કોરોના સંકટની વચ્ચે એકબીજાનો સહયોગ કરી રહ્યાં છે અને બંન્ને સૂચનાઓનું આદાન પ્રદાન કરી રહ્યાં છે.
Trending Photos
વોશિંગટનઃ કોરોના સંકટનો સામનો કરવા માટે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરી રહ્યાં છે. આ માટે નજીકી તાલમેલ અને સૂચનાઓના આદાન-પ્રદાન પર ભાર આપવામાં આવી રહ્યો છે. અમેરિકામાં ભારતીય રાજદૂત ટી એસ સંધૂએ કહ્યું કે, બંન્ને દેશોની કંપનીઓ આ સમયે ઓછામાં ઓછી ત્રણ રસી પર મળીને કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, ભારતની સર્વોચ્ચ સ્વાસ્થ્ય સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અમેરિકાની સંસ્થા સાથે સહયોગ કરતી રહી છે.
સંધૂએ સમાચાર એજન્સી એએનઆઈને વાતચીતમાં કહ્યું, આઈસીએમઆર અને સીડીસી-એનઆઈએચ (અમેરિકા) ઘણા વર્ષોથી એકબીજાને સહયોગ આપતા રહ્યાં છે, ત્રણ વર્ષ પહેલા બંન્નેએ મળીને રોટાવાયરસની રસી શોધી હતી, તે ન માત્ર ભારતમાં પરંતુ અમેરિકા સહિત ઘણઆ દેશો માટે મદદગાર સાબિત થઈ હતી.
There at least 3 vaccines on which Indian & US companies are working together. Besides that we are an important part of the supply chain & this particular crisis has certainly shown to US, if not the world over that India is a reliable partner: TS Sandhu, India's Ambassador to US https://t.co/tYZ725gVrj
— ANI (@ANI) May 10, 2020
ભારતીય રાજદ્વારીએ કહ્યું કે, આ સયમયે પણ ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું, ભારત અને અમેરિકાની કંપનીઓ ઓછામાં ઓછી ત્રણ રસી પર કામ કરી રહી છે. આ સિવાય અમે સપ્લાઈ ચેનનો મહત્વપૂર્ણ ભાગ છીએ અને આ સંકટના સમયમાં અમેરિકાએ તે દેખાડ્યું કે, ભારત એક વિશ્વાસપાત્ર ભાગીદાર છે.
ઉલ્લેખનીય છે કે ભારતે જરૂરી દવાઓની નિકાસ પરથી પ્રતિબંધ હટાવીને અમેરિકાને તેની ખરીદી કરવાની મંજૂરી આપી હતી. ભારત આઇડ્રોક્સીક્લોરોક્વીન મેડિસિનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલ બાદ ભારતે તેની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી દીધો હતો. આ એન્ટી મેલેરિયા મેડિસિન છે જેનો હાલ ઉપયોગ કોરોનાના દર્દીઓ પર કરવામાં આવી રહ્યો છે. ભારતે અમેરિકા સહિત ઘણા દેશોને આ દવા મોકલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે