અમેરિકામાં તુલસી ગેબાર્ડ સંભવિત રાષ્ટ્રપતિપદના ઉમેદવાર, પ્રથમ હિંદુ ઉમેદવાર
ગેબાર્ડ દ્વારા સંભવિત ભારતીય મુળનાં હિંદુ વેપારીઓનો ગુપ્ત સંપર્ક કરીને તેમની પાસેથી ફંડ મેળવવા માટેની કામગીરી આરંભી દેવામાં આવી છે
Trending Photos
વોશિંગ્ટન : અમેરિકાની પહેલી હિંદૂ સાંસદ તુલસી ગેબાર્ડ 2020માં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉત્તરી શકે છે. જો એવું થયું તો તેઓ આ દોડમાં ભાગ લેનારી અમેરિકાની પહેલી હિંદુ ઉમેદવાર હશે. તુલસીની ઓળખ અમેરિકા કોંગ્રેસમાં હવાઇથી પહેલા હિંદુ સાંસદ સ્વરૂપે છે. શુક્રવારે લોસ એન્જલસમેડ્ટ્રોનિક કોન્ફરન્સમાં ભારતીય અમેરિકી ડૉ. સંપત્ત શિવાંગીએ તેમનું ઔપચારિક રીતે સંચાલન કરાવ્યું. તેમણે કહ્યું કે, 37 વર્ષીય તુલસી 2020માં અમેરિકાની આગામી રાષ્ટ્રપતિ હોઇ શકે છે. આ સંક્ષીપ્ત પરિચયનું સ્વાગત લોકોએ ઉભા થઇને તાળીઓ ગડગડાટ સાથે કરી હતી.
તુલસીએ પોતે આ કોન્ફરન્સને સંબોધિત કરી. જો કે તેમણે આ વાતનો ઇન્કાર કર્યો અને ન તેને સ્વીકાર કર્યો કે તેઓ 2020માં ચૂંટણી લડશે. જો કે કહેવાઇ રહ્યું છે કે આવતા વર્ષે ક્રિસમસ બાદ તેઓ આ અંગે નિર્ણય લઇ શકે છે. જો કે તેનો કોઇ અર્થ નથી કે તેની કોઇ ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવે કારણ કે તેને આવતા વર્ષ સુધી લંબાવવામાં આવી શકે છે.
હાલ પ્રાથમિક રીતે મળી રહેલી માહિતી અનુસાર 2020ની ચૂંટણી માટે પ્રભાવશાળી અભિયાન ઉભુ કરવા માટે તેઓ તથા તેમની ટીમ ચુપકીદીથીને સંભવિત દાતાઓનો સંપર્ક કરી રહ્યા છે. આ દાનદાતાઓમાં એક મોટી સંખ્યામાં ભારતીય મુળનાં અમેરિકનોનો સમાવેશ થાય છે.
ભારતીય નથી તુલસી
તુલસી ગબાર્ડ ભારતીય નથી પરંતુ તેમના પિતા સમોઆ મુળનાં કેથલિક માઇક ગબાર્ડ છે જેઓ હવાઇના રાજ્ય સેનેટર રહી ચુક્યા છે. તેમની માં કાકેશિયન મૂળનાં કરોલ પોર્ટર ગબાર્ડ છે. જે હિંદુ ધર્મનું પાલન કરે છે. ખુદ ગબાર્ડે યુવાવસ્થામાં હિંદુ ધર્મ અપનાવ્યો. જો ગબાર્ડ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની દાવેદારી કરતી હોય તો તેઓ એવી દાવેદારી કરનારી અત્યાર સુધીની કોઇ પણ પાર્ટીની પ્રથમ હિંદુ નેતા હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે