10 વર્ષના વિલંબ બાદ અમેરિકા થયું તૈયાર, ભારતને મળશે 24 હંટર હેલિકોપ્ટર
અમેરિકાએ 2.4 અરબ ડોલરની અંદાજિત કિંમત પર ભારતને 24 મલ્ટી ઉપયોગી એચએચ 60 ‘રોમિયો’ સી હોક હેલિકોપ્ટરના વેચાણની મંજૂરી આપી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.
Trending Photos
વોશિંગટન: અમેરિકાએ 2.4 અરબ ડોલરની અંદાજિત કિંમત પર ભારતને 24 મલ્ટી ઉપયોગી એચએચ 60 ‘રોમિયો’ સી હોક હેલિકોપ્ટરના વેચાણની મંજૂરી આપી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. ભારતને છેલ્લા એક દશક કરતા વધારે સમયથી આ હંટર હેલિકોરપ્ટરની આવશ્યક્તા હતી. લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત આ હેલિકોપ્ટર સબમરીન અને જહાજો પર ચોક્કસ નિશાન સાધવામાં સક્ષમ છે. આ હેલિકોપ્ટર સમુદ્રમાં તપાસ તેમજ બચાવ કાર્યોમાં પણ ઉપયોગી થઇ શકે છે.
એન્ટી સબમરીન યુદ્ધમાં મળશે સફળતા
ટ્રમ્પ વહીવટ તંત્રએ મંગળવારના કોંગ્રેસમાં સૂચિત કર્યું કે તેમણે 24 MH-60R મલ્ટી ઉપયોગી હેલિકોપ્ટરના વેચાણ માટે મંજૂરી આપી દીધી છે. આ હેલિકોપ્ટર ભારતીય સંરક્ષણ દળને સપાટી રોધી અને એન્ટી સબમરીન યુદ્ધ મિશનને સફળતાથી અંજામ આપવામાં સક્ષમ બનાવશે.
વિદેશ મંત્રાલયે તેમની સૂચનામાં કોંગ્રેસને જણાવ્યું કે, આ પ્રસ્તાવિત વેચાણની મદદથી ભારત તેમજ અમેરિકાના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ મળશે.
ભારતની ગૃહ સુરક્ષા થશે મજબૂત
તેમણે કહ્યું કે, આ હેલિકોપ્ટરની અંદાજિત કિંમત 2.4 અરબ ડોલર હશે. તેના વેચાણથી સુરક્ષા પરિસ્થિતિમાં સુધારો કરશે. જે હિન્દ પ્રશાંત અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં રાજનીતિક સ્થિરતા, શાંતિ તેમજ આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
સૂચના મુજબ આ વધારે ક્ષમતા સાથે ક્ષેત્રીય ખતરઓથી લડવામાં ભારતને મદદ મળશે અને તેની ગૃહ સુરક્ષા મજબૂત થશે. ભારતને આ હેલિકોપ્ટરોને તેમના સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં કોઇ મુશ્કેલી થશે નહીં.
તેમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રસ્તાવિત વેચાણથી ક્ષેત્રમાં મૂળ સૈન્ય સંતુલન બગડશે નહીં. આ હેલિકોપ્ટરોને દુનયાના સૌથી અત્યાધૂનિક સમુદ્રી હેલિકોપ્ટર માનવામાં આવે છે. આ હેલિકોપ્ટર ભારતીય નૌસેનાની અટેક ક્ષમતાઓને વધારશે. જાણકારોના જણાવ્યા અનુસાર હિંદ મહાસાગરમાં ચીનના આક્રામક વ્યવહારને ધ્યાનમાં રાખી ભારત માટે આ હેલિકોપ્ટર આવશ્યક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે