મસૂદનું આવી બન્યું, ભારતને મળ્યો આ 3 શક્તિશાળી દેશોનો સાથ, ચીનનો કાઢી રહ્યાં છે 'તોડ'!
એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન હવે ચીનની સાથે ઊંડાણપૂર્વક 'સદભાવના' વાર્તા કરી રહ્યા છે. જેથી કરીને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમિતિમાં વૈશ્વિક આતંકી જાહેર કરાવવા મામલે કોઈ 'સમાધાન' કાઢી શકાય.
Trending Photos
વોશિંગ્ટન: એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન હવે ચીનની સાથે ઊંડાણપૂર્વક 'સદભાવના' વાર્તા કરી રહ્યા છે. જેથી કરીને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમિતિમાં વૈશ્વિક આતંકી જાહેર કરાવવા મામલે કોઈ 'સમાધાન' કાઢી શકાય. આ મામલાના જાણકાર લોકો મુજબ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવવા સંબંધી પ્રસ્તાવની ભાષાને લઈને પણ ચીન સાથે વાત કરી રહ્યાં છે.
અત્રે જણાવવાનું કે હાલમાં જ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જૈશના આતંકી ચીફ મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા અંગેનો એક પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ પ્રસ્તાવ પર ચીને બુધવારે વીટો અધિકારનો ઉપયોગ કરીને ચોથી વાર છેદ ઉડાવી દીધો.
આ ત્રણેય દેશોએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ જૈશના આતંકી દ્વારા થયેલા આતંકી હુમલાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના થોડા દિવસ બાદ પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના કુલ 44 જવાનો શહીદ થયા હતાં.
મામલાના જાણકારોના મત મુજબ જો આ પ્રયત્ન બાદ પણ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર નહીં કરી શકાય તો ત્રણેય સ્થાયી સભ્યો આ મુદ્દે ખુલ્લી ચર્ચાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રની સૌથી શક્તિશાળી શાખામાં રજુ કરવાની યોજના ઘડી રહ્યાં છે. ભારતે ચીનના આ વલણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે અને પ્રસ્તાવ રજુ કરનારા દેશોએ પણ ચીનને ચેતવ્યું છે કે પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે અન્ય પગલાં ઉપર પણ વિચાર કરાશે.
જો કે સુરક્ષા પરિષદ સમિતિની આંતરિક વાતચીત અત્યંત ગુપ્ત રખાતી હોય છે પરંતુ આ વખતે આતંકવાદીઓને બચાવવાના ચીનના અયોગ્ય દ્રષ્ટિકોણથી હતાશ પરિષદના અનેક સભ્યોએ પોતાની ઓળખ ગુપ્ત રાખીને ચીન કઈ રીતે નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે તે મીડિયાને જણાવ્યું.
એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રસ્તાવના મૂળ પ્રાયોજક છેલ્લા 50 કલાકથી ચીન સાથે 'સદભાવના' વાર્તા કરી રહ્યાં છે. જેને આ મામલાના જાણકાર અનેક લોકોએ 'સમાધાન' ગણાવ્યું છે. તેનો સંભવત અર્થ એવો છે કે અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમિતિમાં વૈશ્વિક આતંકી તો જાહેર કરાશે પરંતુ તેને આતંકવાદી જાહેર કરતી વખતે ઉપયોગમાં લેનારી ભાષા એવી હશે, જે ચીનને સ્વીકાર્ય હશે.
કહેવાય છે કે ચીને અઝહરને આતંકવાદી જાહેર કરવા અંગેની ભાષામાં 'કેટલાક ફેરફાર' કરવાના સૂચનો કર્યા છે અને અમેરિકા, બ્રિટન તથા ફ્રાન્સ આ સૂચનો પર વિચાર કરી રહ્યાં છે. ત્રણેય દેશોએ સંકેત આપ્યા છે કે જો આ પ્રસ્તાવનો મૂળ ભાવ નહીં બદલાય અને અંતે અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવે તો તેઓ ભાષામાં બદલાવ માટેની ચીનની ભલામણને માનવા ઈચ્છુક છે.
પરંતુ અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને સુરક્ષા પરિષદના અન્ય સભ્યો ભૂતકાળથી વિપરિત, આ વખતે ચીન સાથે વાર્તાનો નિષ્કર્ષ કાઢવા માટે બહુ વધુ સમય સુધી રાહ જોવા તૈયાર નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે ચીનને આ દેશોએ સૂચિત કર્યું છે કે તેઓ અન્ય વિકલ્પો પર ગંભીરતાથી વિચારી રહ્યાં છે. ખાસ કરીને ખુલી ચર્ચા પર વિચાર કરી રહ્યાં છે અને ત્યારબાદ પ્રસ્તાવ પર મતદાન થશે.
લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV
ચીનને સુચિત કરાયું છે કે તે આ બધુ કેટલાક મહિનાઓ, અઠવાડિયાઓમાં નહીં પરંતુ આગામી કેટલાક દિવસોમાં જ હાથ ધરાશે. આ સાથે જ આ દેશોના અધિકારીઓનું માનવું છે કે ચીન પહેલા કરતા આ વખતે વધુ સહયોગ કરી રહ્યો છે. આ પ્રસ્તાવ પર ચીનનો સહયોગ મળશે તો મોટી સફળતા ગણાશે. ચીન, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે વાતચીત થવી એ એક સકારાત્મક સંકેત ગણાઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે