VIDEO : સાપે ગળ્યો છછૂંદર, પરંતુ જંગલી ગરોળી આવીને આખા સાપને જ ગળી ગઈ
Trending Photos
નવી દિલ્હીઃ 'સાપે ગળ્યો છછૂંદર'ની કહેવત તો આપણે અનેક વખત સાંભળી છે અને બોલી પણ છે, પરંતુ જંગલમાં એક એવી ઘટના ઘટી જેને જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. જંગલની દુનિયાનું સંતુલન જાણીને આપણને જરૂર આશ્ચર્ય થાય છે. અહીં શિકાર અને શિકારી બંને પશુનું એ પ્રકારનું સર્જન થયેલું છે કે સમગ્ર સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક સાપ છછૂંદર(Rat)ને ગળી જાય છે તો બીજી જ ઘડીએ એક જંગળી ગરોળી(Wild Lizard) આવીને એ જ સાપનો શિકાર(Hunt) કરી નાખે છે.
આ વીડિયો રેપટાઈલ ચેનલ (Reptile Channel)ના યુ ટ્યુબ(YouTube) પેજ પર 13 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં પ્રથમ ભાગમાં જોવા મળે છે કે એક બિહામણો સાપ(Snake) બે છછૂંદરને પોતાનો શિકાર બનાવે છે અને ગળી જાય છે. આ સાપે એક છછૂંદરને પોતાના મોઢામાં દબાવેલો છે તો બીજા છછુંદરને પોતાની પૂંછડીમાં દબાવી દીધો છે. સાપ વારાફરતી બંને છછૂંદરને ગળી જાય છે.
સાપ તેણે ગળેલા છછૂંદરને પચાવવાનો પ્રયાસ કરતો હોય છે ત્યાં જ એક વિશાળ જંગલી ગરોળી ત્યાં આવી ચડે છે. સાપ ગરોળીને આવતી જોઈએ આક્રમક મુદ્રામાં પોઝિશન બનાવે છે અને પોતાની પૂંછડીમાં રહેલી ઘંટડી વગાડવા લાગે છે. તે વિશાળકાય ગરોળીને ડરાવવા માટે પોતાના શરીરનો રંગ પણ બદલી નાખે છે.
જોકે, સાપ ગરોળી સામે લાચાર જોવા મળે છે. ગરોળી આવીને સૌથી પહેલા સાપની પૂંછડીને જ પોતાના જડબામાં દબાવી લે છે અને પછી ધીમે-ધીમે સાપને ગળવાનું શરૂ કરી દે છે. સાપ ગરોળીની ચૂંગલમાંથી છૂટવાનો ભરપૂર પ્રયાસ કરે છે, પરંતુ ગરોળી ધીમે-ધીમે સાપને ગળતી જાય છે. જોત-જોતામાં જ ગરોળી આખા સાપને ગળી જાય છે.
સાપને ગળી ગયા પછી ગરોળીની હાલત પણ 'સાપે ગળ્યા છછુંદર' જેવી જ થઈ જાય છે. વિશાળકાય ગરોળીના પેટમાં ગયેલો આટલો મોટો સાપ વજન વધારી દે છે અને પછી ગરોળી આગળ ચાલી શકતી નથી. એટલે એ ત્યાં જ આરામ કરવા બેસી જાય છે.
જુઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે