US ચૂંટણી પરિણામ: ડોનાલ્ડ ટ્રમ્પે લગાવ્યો ગંભીર આરોપ, બાઈડેને પણ કર્યો પલટવાર
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલુ છે. તાજા આંકડા મુજબ ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનને નજીવી લીડ મળી છે. બાઈડેનને 224 ઈલેક્ટોરલ મત જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઈલેક્ટોરલ મત મળેલા છે. બહુમત માટે 270 ઈલેક્ટોરલ મત જરૂરી છે. આ બધા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવ્યો છે અને પોતાની જીત ગણાવી છે. જો કે ભ્રામક જાણકારી આપવા અંગે ટ્વિટરે ટ્રમ્પની ટ્વિટને હાઈડ (છૂપાવી) કરી દીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે હું આજે રાતે નિવેદન બહાર પાડીશ. એક મોટી જીત, ત્યારબાદ બીજી ટ્વીટમાં તેમણે ચૂંટણીમાં ગડબડીનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમે ચૂંટણીમાં આગળ ચાલી રહ્યા છીએ. પરિણામોને પ્રભાવિત કરવાની કોશિશ થઈ રહી છે અને ચૂંટણીમાં ગડબડીની કોશિશ થઈ રહી છે. અમે તેમને ક્યારેય એવું નહીં કરવા દઈએ. મતદાન બંધ થયા બાદ પણ વોટિંગ કેમ?
I will be making a statement tonight. A big WIN!
— Donald J. Trump (@realDonaldTrump) November 4, 2020
જો બાઈડેને કર્યો પલટવાર
ડોનાલ્ડ ટ્રમ્પના આરોપ પર ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેને પલટવાર કર્યો અને ટ્વીટ કરીને કહ્યું કે આ ચૂંટણીમાં વિજેતા જાહેર કરવાનું કામ મારું કે ડોનાલ્ડ ટ્રમ્પનું નથી. તે મતદારોનો અધિકાર છે.
It's not my place or Donald Trump's place to declare the winner of this election. It's the voters' place.
— Joe Biden (@JoeBiden) November 4, 2020
બહુમતની નજીક બાઈડેન
538 ઈલેક્ટોરલ કોલેજ સીટમાંથી બાઈડેનને હાલ 224 અને ડોનાલ્ડ ટ્રમ્પને 213 પર જીત મળી છે. બહુમત માટે 270ના જાદુઈ આંકડાને સ્પર્શવું જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે