America માટે માથાનો દુખાવો બની ગયો છે આ આતંકવાદી, તેના માથે છે 36 કરોડ ઇનામ જાહેર
ખલીલ હક્કાની (Khalil Haqqani) જેને 10 વર્ષ પહેલાં અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો હતો. અમેરિકા (US) એ ખલીલ હક્કાની પર 50 લાખ ડોલર એટલે કે લગભગ 36 કરોડ 74 લાખ 84 હજાર રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે.
Trending Photos
કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) ના કાબુલ (Kabul) માં તાલિબાન (Taliban) ના નવા સ્વ-ઘોષિત સુરક્ષા પ્રમુખ, હક્કાની નેટવર્ક (Haqqani Network) ના ખલીલ હક્કાની (Khalil Haqqani), જે પાકિસ્તાની ખુફિયા એજન્સી આઇએસઆઇ (ISI) નો અંગત છે, જેને 10 વર્ષ પહેલાં અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો હતો. અમેરિકા (US) એ ખલીલ હક્કાની પર 50 લાખ ડોલર એટલે કે લગભગ 36 કરોડ 74 લાખ 84 હજાર રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે.
આઇએસઆઇના પ્રમુખ સહયોગી છે હક્કાની નેટવર્ક
એનબીસીના રિપોર્ટ અનુસાર 2021 માં તત્કાલીન અમેરિકી સૈન્ય અધિકારી માઇલ મુલેને કોંગ્રેસને જણાવ્યું હતું કે હક્કાની નેટવર્ક પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇનો એક મુખ્ય સહયોગી છે. હક્કાની નેટવર્ક જે એક સંગઠિત આપરાધિક પરિવારની માફક કામ કરે છે, ઘણા અમેરિકીઓના કિડનેપિંગને બિઝનેસની માફક દોષી ગણાવવામાં આવ્યો છે.
એક સમયે સીઆઇએ સાથે હતો ખલીલ હક્કાની
રિપોર્ટ અનુસાર, ડોગ લંડને કહ્યું કે ખલીલ હક્કાની આતંકવાદી સંગઠનના ચીફ છે, જેને નિવૃત થતાં પહેલાં અફઘાનિસ્તાનમાં સીઆઇએ આતંકવાદ વિરોધ અભિયાન ચલાવ્યું હતું. 2018 માં તેને અમેરિકી સેના અફઘાન નાગરિકો વિરૂદ્ધ આત્મઘાતી બોમ્બ વિસ્ફોતોને મંજૂરી આપી હતી. એનબીસીએ કહ્યું કે જ્યારે એજન્સી સોવિયત સંઘના આક્રમણ વિરૂદ્ધ તાલિબાનના આતંકવાદીઓને હથિયારી આપી રહી હતી અને ટ્રેનિંગ આપી રહી હતી, ત્યારે ખલીલ હક્કાની સીઆઇએનો ભાગીદાર પણ હતો.
અલ કાયદા સાથે હક્કાનીનો સંબંધ
તેમણે આગળ કહ્યું કે ખલીલ હક્કાનીને 2011 માં અમેરિકી સરકારે આતંકવાદી ગણ્યો હતો. વિદેશી વિભાગે ખલીલ હક્કાની વિશે એ પણ કહ્યું હતું કે તેને અલ કાયદા તરફથી કામ કર્યું છે અને તે અલ કાયદાના આતંકવાદી અભિયાનો સાથે સંકળાયેલો રહ્યો છે.
પોતાના સીઆઇએ કેરિયર વિશે એક નવું પુસ્તક, ધ રિક્રૂટરના લેખક લંડને કહ્યું કે ખલીલ હક્કાની અલગ કાયદાના મેસેંજર ચીફ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના વરિષ્ઠ અધિકારી રહ્યા છે. ખલીલ, હક્કાની નેટવર્કના ઘણા બધા નિર્ણયો કરે છે.
લંડને કહ્યું કે ખલીલ હક્કાની સીઆઇએના ભાગીદાર રહ્યા છે, જ્યારે એજન્સી 1980 ના દાયકામાં સોવિયત સંઘના સૈનિકો સામે લડવા અફઘાનિસ્તા વિદ્રોહીઓને હથિયાર પુરા પાડી રહે હતી. તે સિરાજુદ્દીન હક્કાનીના કાકા છે, જે એક આતંકવાદી પણ છે, તેના પર લાખો ડોલરનું ઇનામ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે