WORLD TELEVISION DAY 2022: કેમ ઉજવવામાં આવે છે વિશ્વ ટેલીવિઝન દિવસ? જાણો શું છે ઈતિહાસ
World Television Day 2022: સંયુક્ત રાષ્ટ્ર મુજબ, ટેલીવિઝન વીડિયો માટેનો સૌથી મોટો સ્ત્રોત છે. 2017માં દૂનિયાભરમાં ટીવી ઘરોની સંખ્યા 2017માં 1.63 મિલિયનતી વધીને 2022માં ડબલ થઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટેલીવિઝનના દૈનિક મૂલ્યોને ઉજાગર કરવા માટે વિશ્વ ટેલીવિઝન દિવસ 21 ડિસેમ્બરના રોજ દૂનિયાભરમાં ઉજવવામાં આવે છે, જે સંચાર અને વૈશ્વીકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેના મહત્વને સમજાવવા માટે દર વર્ષ 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ટેલીવિઝન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ટેલીવિઝન જનસંચાર માટે એક એવું માધ્યમ છે, જેનાથી મનોરંજન, શિક્ષા, સમાચાર અને રાજકારણથી જોડાયેલી તમામ માહિતી લોકોને મળતી રહે છે. આ શિક્ષા અને મનોરંજન બંનેનો એક સ્વાસ્થ્યપરક સ્ત્રોત છે. સમાજમાં માહિતી પહોંચાડવા માટે ટેલીવિઝન મહત્વની ભૂમિકા ભજવે છે. સંયુક્ત રાષ્ટ્ર મુજબ, ટેલીવિઝન વીડિયો માટેનો સૌથી મોટો સ્ત્રોત છે. 2017માં દૂનિયાભરમાં ટીવી ઘરોની સંખ્યા 2017માં 1.63 મિલિયનતી વધીને 2022માં ડબલ થઈ છે.
પ્રથમ વિશ્વ ટેલિવિઝન ફોરમ 21 નવેમ્બર 1996ના રોજ યોજાયો હતો અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ચિહ્નિત કર્યો હતો. સંદેશાવ્યવહાર અને વૈશ્વિકરણમાં ટેલિવિઝન નાટકોની ભૂમિકા વિશે જનજાગૃતિ વધારવા માટે આ દિવસે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે બેઠકો યોજવામાં આવે છે.
વૈશ્વિક અવલોકન દિવસ પ્રસારણ માધ્યમોની ભૂમિકાને સ્વીકારે છે. લેખકો, પત્રકારો, બ્લોગર્સ અને અન્ય મીડિયાના લોકો આ દિવસને પ્રમોટ કરવા માટે ભેગા થાય છે. ટેલિવિઝન પ્રસારણના ઉભરતા અને પરંપરાગત સ્વરૂપો વચ્ચેનો સંવાદ આપણા સમુદાયો અને આપણા ગ્રહનો સામનો કરી રહેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાની એક અદ્ભુત તક બનાવે છે. વિશ્વ ટેલિવિઝન દિવસ સરકારો, સમાચાર સંસ્થાઓ અને વ્યક્તિઓની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે