ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે સોશિયલ મીડિયામાં જોઈને એવું ફળ ઉગાડ્યું, જે લાખોની આવક કરી આપે છે
Gujarat Farmers : બોટાદના ખેડૂતે પોતાના 3 વીધા ખેતરમાં 300 જેટલા સીતાફળના છોડનું વાવેતર કર્યું... આજે આ ખેતી લાખોની કમાણી કરી આપે છે
Trending Photos
Botad News રઘુવીર મકવાણા/બોટાદ : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સમઢીયાળા ગામના ખેડૂત ભોળાભાઇ ધલવાણીયાએ બાગાયતી પાકમાં લાલ સીતાફળનું વાવેતર કર્યુ છે. સોશિયલ મીડિયામાં વીડિયો જોયા બાદ તેમણે પોતાના 3 વિઘાના ખેતરમાં સીતાફળનુ વાવેતર કર્યું. લગભગ 350 જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સંપૂર્ણ ઓર્ગેનિક ખાતર બનાવી તેમાં નાખવામાં આવે છે. આગામી દિવસોમાં આ ખેતીમા ઓછો ખર્ચે અને નફો વધુ નફો મળશે.
બોટાદ જિલ્લામાં મુખ્યત્વે ખેડૂતો કપાસ, મગફળી સહિત અન્ય પાકોનું વાવેતર કરતા હોય છે. ત્યારે જિલ્લાના અનેક એવા ખેડૂતો છે જે અન્ય ખેતી તરફ વળતા થયા છે. રાસાયણિક ખાતર છોડીને ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો વળ્યાં છે. ગઢડા તાલુકાના ખેડૂત ભોળાભાઇ ધલવાણિયા જેઓએ પોતાના 3 વિધાના ખેતરમાં સીતાફળનું વાવેતર કર્યું છે. પરંતુ આ સીતાફળ રેગ્યુલર સીતાફળ કરતા અલગ છે. એટલે કે લાલ સીતાફળનું વાવેતર કરવામાં આવ્યુ છે.
પોતાના 3 વિધા ખેતરમાં 300 જેટલા સીતાફળના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેમાં કોઈપણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખેડૂત દ્વારા પોતાના જ ખેતરમાં સંપૂર્ણ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવામા આવ્યો છે. હાલ તો ખેડૂતના ખેતરમાં આજુબાજુના ગામડામાંથી ખેડૂતો આ સીતાફળની ખેતી જોવા આવી રહ્યા છે.
બોટાદ જિલ્લાના સૌ પ્રથમ એવા ખેડૂત હશે જેને લાલ સીતાફળનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે ભોળાભાઇ ધલવાણિયાએ આ વિશે જણાવ્યું કે, તેમણે સોશિયલ મીડિયામાં લાલ સીતાફળનો વીડિયો જોયો હતો. આ લાલ સીતાફળ જોયા અને ત્યાર બાદ વડોદ ખાતેથી 300 જેટલા લાલ સીતાફળના છોડ લાવ્યા હતા અને પોતાના ખેતરમાં વાવેતર કર્યું છે.
છેલ્લા 2 વર્ષથી આ વાવેતર તેઓ આ રીતે ખેતી કરે છે. સામાન્ય સીતાફળ કરતા લાલ સીતાફળ વધુ સ્વાદિષ્ટ હોય છે અને બજારમાં તેના ભાવ વધુ મળતા હોય છે અને મહેનત પણ ઓછી થતી હોય છે. તેમજ સીતાફળના છોડમાં સીતાફળ વધુ માત્રામાં આવતા હોય છે ત્યારે તેમના દ્વારા અન્ય ખેડુતોને પણ બાગાયત ખેતી કરવા અપીલ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે