7th Pay Commission: કેન્દ્ર સરકારના આ 31 લાખ કર્મચારીઓને મળશે મોટી ભેટ, ટૂંક સમયમાં મોદી સરકાર કરશે જાહેરાત!
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને કેટેગરીના હિસાબે 9 ટકા, 18 ટકા અને 27 ટકાના દરે HRA મળે છે. અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ ભથ્થાને 3 ટકા સુધી વધારી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના 31 લાખથી વધુ કર્મચારીઓ (Central Govt Employees) માટે ખુશખબર સામે આવી રહ્યા છે. મોંઘવારી ભથ્થું (DA) વધાર્યા બાદ હવે આ કર્મચારીઓના આવાસ ભથ્થા (HRA)માં પણ વધારો થઈ શકે છે. અહેવાલોનું માનીએ તો સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે આ ભેટની જાહેરાત કરી શકે છે.
અત્યારે આટલો છે HRA નો દર
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને કેટેગરીના હિસાબે 9 ટકા, 18 ટકા અને 27 ટકાના દરે HRA મળે છે. અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ ભથ્થાને 3 ટકા સુધી વધારી શકે છે. આ વધારા બાદ HRA દરો 10 ટકા, 20 ટકા અને 30 ટકા થઈ જશે. આ રીતે કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ HRA ફરીથી 10 ટકા સુધી પહોંચી જશે.
કેન્દ્ર સરકારના સિવિલ કર્મચારીઓને થશે લાભ
ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટે જણાવ્યું છે કે જો HRA વધારવાનો નિર્ણય લેવામાં આવશે તો તેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થશે. આ નિર્ણયની ડિફેન્સ સેક્ટરના કર્મચારીઓને અસર નહીં થાય, કારણ કે તેમના માટે પગારથી લઈને ભથ્થા સુધીની અલગ વ્યવસ્થા છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ 38 લાખ પોસ્ટ છે, જેમાંથી હાલમાં 31.1 લાખ લોકોની નિમણૂક કરવામાં આવી છે. તેથી જો સરકાર HRA વધારશે તો આ 31.1 લાખ લોકોને તેનો ફાયદો થશે.
HRA વધારવા અંગે પગાર પંચની આ છે ભલામણ
જો કે, HRA વધારવાનું ગણિત એટલું સરળ નથી. સાતમા પગાર પંચ (7th Pay Commission) ની ભલામણ અનુસાર HRA સ્લેબને 30 ટકા, 20 ટકા અને 10 ટકાને બદલે 24થી ઘટાડીને 8 ટકા કરવામાં આવ્યો હતો. પંચે જણાવ્યું હતું કે તેને બે તબક્કામાં વધારી શકાય છે. પહેલીવાર જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા થાય છે ત્યારે 9-27 ટકાના સ્લેબમાં HRA 1 થી 3 ટકા સુધી વધારી શકાય છે. ત્યારબાદ જ્યારે મોંઘવારી ભથ્થું 100 ટકા થઈ જશે તો બીજા તબક્કામાં HRA વધારી શકાય છે.
ડીએમાં આટલો વધારો કરી શકે છે સરકાર
જો કે મોંઘવારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે HRAમાં ફેરફાર માટે DAનું સ્તર 25 ટકા અને 50 ટકા નક્કી કર્યું છે. ગત વર્ષે જુલાઈમાં સરકારે DA વધારીને 28 ટકા કર્યો હતો. તે 25 ટકાને વટાવી ગયો હોવાથી HRA પણ વધારવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર સરકાર DAમાં 34 ટકાનો વધારો કરવા જઈ રહી છે. જો આમ થશે તો તે 50 ટકાને વટાવી જશે અને બીજી વખત HRA વધારવાનો રસ્તો સાફ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે