7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, આ 6 ભથ્થાંમાં મોટા ફેરફારો, મેમોરેન્ડમ જાહેર
7th Pay Commission news: સાતમાં પગાર પંચની ભલામણો અનુસાર કેન્દ્ર સરકારે 6 ભથ્થામાં ફેરફાર માટે મેમોરેન્ડમ જાહેર કર્યું છે. સંસદ સત્ર દરમિયાન સંસદના કામોમાં લાગેલા લોકો માટે વિશેષ ભથ્થાનો દર વર્તમાન દરના મુકાબલે 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તમે ચેક કરી લેશો કે આ નિર્ણયથી ફાયદો થશે કે નુક્સાન..
Trending Photos
નવી દિલ્હીઃ 7th Pay Commission news: 2 એપ્રિલ 2024ના ઓફિસ મેમોરેન્ડમ અનુસાર કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT)એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઉપલબ્ધ ભથ્થા પર નિર્દેશ જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને આવાસ, પરિવહન, શિક્ષણ, સ્વાસ્થ્ય અને યાત્રા ખર્ચ સહિત ઘણા અન્ય ભથ્થા ભરપાઈ માટે મળે છે. 2016ની ભલામણો અને મૂલ્યાંકન અનુસાર સાતમાં પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓની સાથે-સાથે રેલવે કર્મચારીઓ, નાગરિક રક્ષા કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓને અપાતા તમામ લાભોની સમીક્ષા કરી છે.
લાભોની સમીક્ષા કરાશે
પોતાના 2016ના મૂલ્યાંકન અને ભલામણોને અનુરૂપ સાતમાં પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓની સાથે-સાથે રેલવે કર્મચારીઓ, નાગરિક રક્ષા કર્મચારીઓ અને રક્ષાકર્મીઓને અપાતા તમામ લાભોની સમીક્ષા કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા 6 ભથ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે- બાળક શિક્ષણ ભથ્થું, જોખમ ભથ્થું, રાત્રિ ડ્યુટી ભથ્થું {(Night Duty Allowance (NDA)},ઓવર ટાઈમ ભથ્થું (OTA), સંસદ સહાયકોને મળનાર વિશેષ ભથ્થું અને દિવ્યાંગ મહિલાઓને બાળકોની દેખરેખ માટે મળનાર વિશેષ ભથ્થા.
બાળક શિક્ષણ ભથ્થું (Children Education Allowance)
બાળકોના શિક્ષણ ભથ્થાની ઘણી ખાસિયતો છે. આ ભથ્થાને બે સૌથી મોટા બાળકો માટે ક્લેમ કરી શકાય છે. તેમાં દર મહિના માટે 6750 રૂપિયાની હોસ્ટેલ સબસિડી પણ ફ્રી મળે છે. તો સરકારી કર્મચારીઓને દિવ્યાંગ બાળકને દર મહિને મળનાર સામાન્ય CEA રેટના મુકાબલે ડબણું ભથ્થું આપવામાં આવે છે. નોંધનીય છે કે CEA રેટ તે સમયે 25 ટકા વધારવામાં આવે છે, જ્યારે રિવાઇઝ કરેલા પે સ્ટ્રક્ચરના ડિયરનેસ એલાઉન્સમાં 50 ટકા સુધીનો વધારો થાય છે. આ ભથ્થું ધોરણ 12 સુધીના બાળકો માટે મળે છે.
જોખમ ભથ્થું (Risk Allowance)
7માં સીપીસીની ભલામણોના આધાર પર કેન્દ્ર સરકારના નિર્ણય બાદ જોખમ ભથ્થામાં સંશોધન કરવામાં આવ્યું છે. આ ભથ્થું તે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળે છે જે ખતરનાક કામોમાં લાગેલા છે કે જેનાથી તેના સ્વાસ્થ્ય પર સમયની સાથે ખરાબ પ્રભાવ પડી શકે છે.
સૌથી ખાસ વાત છે કે જોખમ ભથ્થાને કોઈપણ ઉદ્દેશ્ય માટે વેતન માનવામાં આવતું નથી, જેનાથી વળતરના સ્ટ્રક્ચર હેઠછળ તેના વર્ગીકરણ સાથે જોડાયેલા સ્પષ્ટતા નક્કી થાય છે.
રાત્રિ ડ્યુટી ભથ્થું (Night Duty Allowance)
નાઇટ ડ્યુટી એલાઉન્સને લઈને દિશાનિર્દેશ જારી કરવામાં આવ્યા છે. નાઇટ ડ્યુટીનો મતલબ રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક સુધી કરવામાં આવતું કામ છે. નાઇટ ડ્યુટીમાં દર કલાકમાં 10 મિનિટની છૂટ મળે છે. નોંધનીય છે કે NDA ની પાત્રતા માટે બેસિક પેની લિમિટ દર મહિને 43600 રૂપિયા રાખવામાં આવી છે.
ઓવર ટાઇમ ભથ્થું (Over Time Allowance)
સરકાર દ્વારા સાતમાં પગાર પંચની ભલામણો અનુસાર OTA વિશે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. મંત્રાલયો/વિભાગોના ઓપરેશનલ સ્ટાફની કેટેગરીમાં આવનાર સ્ટાફની એક યાદી તૈયાર કરવાનું કામ આપવામાં આવ્યું છે, જેમાં ઓવરટાઈમ એલાઉન્સના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઓટીએના અનુદાનને બાયોમેટ્રિક હાજરીથી લિંક કરવામાં આવે છે, તેનો ઉદ્દેશ્ય આ પ્રક્રિયાને વધુ સારી બનાવવા અને ઓવરટાઈમ વર્ક મેનેજમેન્ટની જવાબદારી નક્કી કરવાનો છે.
સંસદ સહાયકોને મળનાર વિશેષ ભથ્થું (Special Allowance Payable to Parliament Assistants)
7th CPC ની ભલામણોને આધાર પર સંસદ સહાયકોને મળનાર વિશેષ ભથ્થાને વધારવાનો નિર્ણય સરકારે કર્યો છે.
સંસદ સત્ર દરમિયાન સંસદના કામોમાં લાગેલા લોકો માટે વિશેષ ભથ્થાનો દર વર્તમાન દરના મુકાબલે 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભથ્થું તે કેલેન્ડર મહિના માટે પૂરા રેટ્સ પર આપવામાં આવશે જેમાં ઓછામાં ઓછા 15 દિવસ સંસદનું સત્ર ચાલ્યું હોય. જ્યારે ટૂંકા ગાળાના મહિનાઓ માટે, તે સમગ્ર મહિના માટે નિર્ધારિત અડધા દરે સ્વીકાર્ય રહેશે.
દિવ્યાંગ મહિલાઓના બાળકો માટે મળનાર વિશેષ ભથ્થું
દિવ્યાંગ મહિલા કર્મચારીઓને ખાસ કરીને જેના બાળકો નાના કે દિવ્યાંગ છે, તેના માટે આ વિશેષ ભથ્થું શરૂ કરવામાં આવ્યું છે.
દિવ્યાંગ મહિલાઓને બાળકોની દેખરેખ માટે 3000 રૂપિયા દર મહિને વિશેષ ભથ્થું મળશે. આ ભથ્થું બાળકના જન્મના બે વર્ષ સુધી આપવામાં આવશે.
નોંધનીય છે કે આ ભથ્થાની મર્યાદા તે સમયે 25 ટકા સુધી વધારી દેવામાં આવશે જ્યારે પે સ્ટ્રક્ચરમાં ડિયરનેસ એલાઉન્સ 50 ટકા સુધી વધે છે. આ ભથ્થાનો ઉદ્દેશ્ય દિવ્યાંગ મહિલાઓ દ્વારા તેના નાના બાળકોના ઉછેરમાં થનાર નાણાકીય ભારને ઓછો કરવા માટે આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે