Public Provident Fund: બેંક કરતાં પણ વધુ બચત આપતી યોજના, ગ્રાહકને મળશે આ 7 ફાયદા
આ યોજનામાં તમે વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયાના રોકાણથી શરૂ કરી શકો છો અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાની મર્યાદા સુધી કરી શકો છો.
Trending Photos
PPF Balance Check: તમારે જો રોકાણ કરવું હોય તો સરકારની ઘણી એવી યોજનાઓ છે જેમાં તમે રોકાણ કરીને વધુ બચત કરી શકો છે. નાની બચત યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એ લોકપ્રિય અને સારુ વળતર આપતી યોજના છે. આ યોજના PPF તરીકે ઓળખાય છે. આ એક સરકારી યોજના છે અને રોકાણની રકમ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. હાલમાં સરકાર આ PPF પર વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ આપે છે. જેને પગલે નાના રોકાણ કારોને આ યોજનાથી મોટો લાભ થાય છે.
તમે નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસ સહિત દેશની લગભગ તમામ સરકારી અને ખાનગી બેંકોમાં PPF ખાતું ખોલાવી શકો છો. બાળકના ખાતામાં થતી કમાણી માતા-પિતાની આવક સાથે જોડવામાં આવે છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે PPF માં રોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજ ઉપલબ્ધ છે, જેની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે.આ યોજનામાં તમે વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયાના રોકાણથી શરૂ કરી શકો છો અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાની મર્યાદા સુધી કરી શકો છો.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી બંધ થઇ જશે 2000 ની નોટ, 1000 રૂ. ની નોટ લેશે સ્થાન! શું છે આ સમાચાર
આ પણ વાંચો: આગામી 24 કલાકમાં બંધ થઇ જશે તમારું સીમકાર્ડ, મોકલવામાં આવી રહી છે નોટીસ
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ના આ છે મહત્વના ફાયદા
વાર્ષિક ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાની મર્યાદા
PPF એકાઉન્ટને ત્રણ વર્ષ સુધી ઓપરેટ કર્યા બાદ તમે તેના પર લોન લઈ શકો છો.
નની સુવિધા ખાતું ખોલવાના ત્રીજા વર્ષથી છઠ્ઠા વર્ષ સુધી ઉપલબ્ધ છે.
પ્રથમ લોન બંધ થયા પછી જ બીજી લોન માટે અરજી કરી શકાય છે.
પીએફ ખાતામાં જમા રકમમાંથી માત્ર 25 ટકા જ લોન તરીકે લઈ શકાય છે.
પીપીએફમાં પૈસા જમા કરીને વધુ સારા વળતરની સાથે તમે ટેક્સ છૂટનો લાભ પણ લઈ શકો છો.
તમે આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ લઈ શકો છો.
આ પણ વાંચો: પરફેક્ટ સેક્સ લાઇફમાં ગાદલાનું પણ છે ખાસ યોગદાન! કામ લાગશે આ 3 ટિપ્સ!
આ પણ વાંચો: લોટ બાંધતી વખતે રાખો સાવધાની, નાનકડી ભૂલ બની જશે જીવનભરનો પસ્તાવો
આ યોજનામાં નાણાકીય વર્ષના અંતે ખાતામાં જમા રકમના 50 ટકા અથવા ચોથા નાણાકીય વર્ષના અંતે ખાતામાં વર્તમાન રકમના 50 ટકા ચાલુ વર્ષ પહેલા ઉપાડી શકાય છે. પીપીએફ ખાતામાંથી તમે સાત વર્ષ પછી આંશિક ઉપાડ કરી શકો છો. તમે વર્ષમાં માત્ર એક જ વાર પૈસા ઉપાડી શકો છો. ખાતામાંથી 50 ટકા રકમ ઉપાડી શકો છો. ઉપાડેલી રકમ પર ટેક્સ ગણવામાં આવશે. પીપીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક સામાન્ય ફોર્મ સી ભરવાનું હોય છે.
ખાતામાંથી 50 ટકા રકમ ઉપાડી શકો છો
PPF નો લોકીંગ પીરિયડ 15 વર્ષ
પૈસા ઉપાડવા માટે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક સામાન્ય ફોર્મ સી ભરવું પડશે
બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ હશે. આ ફોર્મમાં તમારે તમારો એકાઉન્ટ નંબર અને જે રકમ ઉપાડવા માંગો છો તે દર્શાવવાની હોય છે અને તેમાં એક રેવન્યુ સ્ટેમ્પ લગાવી સહી કરી જમા કરાવાની રહેશે ત્યારબાદ પાસબુક સાથે જમા કરાવવાનું રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજનાનો મોટો લાભ એ છે કે તમને અહીંથી સારું રિટર્ન મળી શકે છે. તમે આ યોજનાનો લાભ લઈ પોતાનું ભવિષ્ય પણ સુરક્ષિત કરી શકો છો.
આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: Merry Christmas: વિમાન લઇને આકાશમાં ઉડી ગયા હરણ! જુઓ ધમાકેદાર Video
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે