Ahmedabad: પેટ્રોલ અને દૂધમાં ભાવ વધારા બાદ હવે ફ્રૂટ પણ થયા મોંઘા, જાણો કેટલો થયો વધારો

દિવસેને દિવસે મોંઘવારી (Inflation) પણ માઝા મુકી રહી છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. પેટ્રોલ (Petrol), ખાદ્ય તેલ (Edible Oil) અને દૂધમાં (Milk) ભાવ વધારો (Price Hike) લોકો હજુ સહન કરી રહ્યા છે

Ahmedabad: પેટ્રોલ અને દૂધમાં ભાવ વધારા બાદ હવે ફ્રૂટ પણ થયા મોંઘા, જાણો કેટલો થયો વધારો

આશકા જાની/ અમદાવાદ: દિવસેને દિવસે મોંઘવારી (Inflation) પણ માઝા મુકી રહી છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. પેટ્રોલ (Petrol), ખાદ્ય તેલ (Edible Oil) અને દૂધમાં (Milk) ભાવ વધારો (Price Hike) લોકો હજુ સહન કરી રહ્યા છે. એવામાં હવે ફ્રૂટના (Fruit) ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ફ્રૂટના ભાવમાં સતત 10 થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

ખાદ્ય તેલ (Edible Oil), દૂધ (Milk) અને ફ્રૂટ (Fruit) જેવી જીનવજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થતા વધારાથી (Price Hike) આજે સામાન્ય માનવીઓ ખૂબજ પરેશાન છે. ત્યારે ફ્રૂટના ભાવમાં (Fruit Price Hike) સતત 10 થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આવક ઓછી અને ડિમાન્ડ વધારે હોવાના કારણે આ ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાના કારણે લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે તો બીજી તરફ શ્રાવણ માસ (Shravan Month) હોવાના કારણે પણ લોકો ફ્રૂટ ખરીદવા આવે છે પરંતુ પહેલા 1 કિલો સફરજન (Apple) લેતા હતા તે માત્ર 500 ગ્રામ સફરજન લેતા થઈ ગયા છે. ત્યારે આ અંગે વેપારીઓનું માનવું છે કે, આગામી 10 દિવસમાં ભાવમાં ઘટાડો થઈ શકે છે.

જાણો હાલમાં ફ્રૂટના ભાવમાં કેટલો વધારો થયો
* સફરજનનો ભાવ 160 થી 200 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 80 થી 100 રૂપિયા પ્રતિકિલો હતો.
* પપૈયાનો ભાવ 70 થી 80 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 50 રૂપિયા પ્રતિકિલો હતા.
* મોસંબીનો ભાવ 60 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિકિલો હતા.
* કેળાનો ભાવ 30 થી 40 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો.
* રાસબરીનો ભાવ 150 થી 200 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 100 રૂપિયા પ્રતિકિલો હતો.
* કિવીનો ભાવ 150 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 60 રૂપિયા પ્રતિકિલો હતો.
* પાઈનેપલનો ભાવ 50 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 40 રૂપિયા પ્રતિકિલો હતો.
* દાડમનો ભાવ 80 થી 150 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિકિલો હતો.
* દ્રાશનો ભાવ 300 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 250 રૂપિયા પ્રતિકિલો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news