આનંદ મહિન્દ્રાનું સૂચન, 49 દિવસ બાદ વ્યાપક સ્તર પર લૉકડાઉન હટાવી લેવું જોઈએ


મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, કોરોના વાયરસ મહામારીને રોકવા માટે 49 દિવસનું લૉકડાઉન પર્યાપ્ત છે. તેમણે કહ્યું કે, જો ધીરે ધીરે લૉકડાઉન હટે છે તો તેનાથી કારોબાર ચલાવવો મુશ્કેલ થશે. 
 

આનંદ મહિન્દ્રાનું સૂચન, 49 દિવસ બાદ વ્યાપક સ્તર પર લૉકડાઉન હટાવી લેવું જોઈએ

નવી દિલ્હીઃ મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ મંગળવારે સૂચન કર્યું કે, સરકારે કુલ 49 દિવસ બાદ વ્યાપક સ્તર પર લૉકડાઉન હટાવી લેવું જોઈએ. તેમનું કહેવુ છે કે જો દેશના વિભિન્ન ભાગમાં ધીમે-ધીમે લૉકડાઉન હટે છે તો ઔદ્યોગિક ગતિવિધિઓ ચલાવવી મુશ્કેલ થશે અને તેની ગતિ ધીમી હશે. 

બહાર નિકળવાની યોજના પડકારજનક
મહિન્દ્રાએ સ્વીકાર્યું કે, સરકાર માટે લૉકડાઉનમાંથી બહાર નિકળવાની યોજના બનાવવી ખુબ પડકારજનક કામ છે, કારણ કે અર્થવ્યવસ્થાની તમામ વસ્તુ એકબીજા સાથે ઘણી જોડાયેલી છે. તેમણે કહ્યું કે, આગળની યોજના મોટા સ્તર પર સંક્રમણને નિયંત્રિત કરવા અને ટેસ્ટ કરવા પર આધારિત હોવી જોઈએ. માત્ર હોટસ્પોટ અને જનતાના અતિસંવેદનશીલ સમૂહોને અલગ રાખવા જોઈએ. 

49 દિવસનું લૉકડાઉન ઘણું
આનંદ મહિન્દ્રાએ ઘણા ટ્વીટ કરતા કહ્યું છે, 'સંશોધનથી ખ્યાલ આવે છે કે 49 દિવસનું લૉકડાઉન ઘણું છે. જો તે યોગ્ય છે તો તે સમયગાળો નક્કી થવો જોઈએ, મારૂ માનવું છે કે લૉકડાઉન જો હટ્યા બાદ નિયંત્રણ વાળા ક્ષેત્રોમાં મોટા પાયા પર સંક્રમણની માહિતી મેળવવા વધુ ટેસ્ટ થવા જોઈએ, જ્યારે માત્ર હોટસ્પોટ અને જનતાના અતિસંવેદનશીલ વર્ગને અલગ રાખવા જોઈએ.' લૉકડાઉન બાદ આ રણનીતિ હોવી જોઈએ.

Statewise Covid-19 list in India: દેશમાં કોરોનાના કેટલા દર્દી, જુઓ રાજ્યવાર સ્થિતિ  

.... તો ઔદ્યોગિક ગતિવિધિઓ મુશ્કેલ
મહિન્દ્રાએ કહ્યું કે, જો લૉકડાઉનને ધીરે-ધીરે અલગ અલગ ક્ષેત્રોમાં હટાવવામાં આવે છે તો તેનો મતલબ થશે કે ઔદ્યોગિક ગતિવિધિ ચલાવવી ખુબ મુશ્કેલ થશે. જ્યાં સુધી ઉત્પાદન વાળા કારખાનાની વાત છે તો તેમાં જો એક ફીટર કારખાનું બંધ રહે છે તો ઉત્પાદન અંતિમ સ્વરૂપ લઈ શકશે નહીં. દેશમાં 25 માર્ચથી જાહેર પ્રતિબંધ લાગૂ છે. તેને બે તબક્કામાં 3 મે સુધી લાગૂ કરવામાં આવ્યો છે. 20 એપ્રિલથી ગ્રામીણ વિસ્તારમાં કારખાના અને અન્ય વ્યાવસાયિક ગતિવિધિઓને શરતો આધિન તથા રાજ્યોના નિર્દેશાનુસાર પુનઃ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news