Bank Union Strike: 9 લાખ બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, આ કામકાજ નહીં થઈ શકે
આજથી દેશભરની સરકારી બેંકોમાં કામકાજ પ્રભાવિત રહેશે કારણ કે જાહેર ક્ષેત્રની બેંકોના લગભગ 9 લાખ કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે.
Trending Photos
નવી દિલ્હી/મુંબઈ: જો તમે કોઈ કામ માટે બેંક જવાનું વિચારતા હોવ તો આ સમાચાર તમારે ખાસ જાણવા જરૂરી છે. આજથી દેશભરની સરકારી બેંકોમાં કામકાજ પ્રભાવિત રહેશે કારણ કે જાહેર ક્ષેત્રની બેંકોના લગભગ 9 લાખ કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. આવામાં લોકોને બેંકના કામકાજ પતાવવામાં મુશ્કેલીઓ થઈ શકે છે. બે દિવસની હડતાળ ( 16 અને 17 ડિસેમ્બર)નું આહ્વાન યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU-United Forum of Bank Unions) એ કર્યું છે.
કેમ હડતાળ પર ઉતર્યા કર્મચારીઓ
બેંક યુનિયનના નેતાઓએ કહ્યું કે આ હડતાળનું આહ્વાન સરકાર દ્વારા બે સરકારી બેંકોના ખાનગીકરણના પ્રયત્ન વિરુદ્ધ કરાયું છે. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (એઆઈબીઓસી)ના મહાસચિવ સૌમ્યા દત્તાએ કહ્યું કે અતિરિક્ત મુખ્ય શ્રમ આયુક્ત સમક્ષ સમાધન-સ્પષ્ટીકરણ બેઠક નિષ્ફળ ગઈ અને યુનિયનોએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય યથાવત રાખ્યો છે.
Vijay Diwas 2021: સેનાના એ 5 જાંબાઝ... જેમના શૌર્યના પ્રતાપે ભારતે 1971માં પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ
સરકારી બેંકોમાં નહીં થઈ શકે આ કામ
ભારતીય સ્ટેટ બેંક (SBi) સહિત મોટાભાગની બેંકોએ પહેલેથી જ પોતાના ગ્રાહકોને સૂચિત કર્યું છે કે હડતાળના કારણે ચેક ક્લિયરન્સ અને ફંડ ટ્રાન્સફર જેવી બેંકિંગ સુવિધાઓ પ્રભાવિત રહી શકે છે. બે દિવસની હડતાળ બાદ 19મીએ રવિવારના કારણે બેંક બંધ રહેશે. આવામાં બેંક ગ્રાહકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
કેન્દ્ર સરકારે બજેટમાં રજુ કર્યો હતો પ્રસ્તાવ
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે બજેટ 2021-22માં આ વર્ષ દરમિયાન જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. સરકારે તેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. કહેવાય છે કે સરકાર સંસદના શિયાળુ સત્રમાં બેંકિંગ કાયદા સંશોધક વિધેયક (Banking Laws (Amendment) Bill 2021) લાવવાની તૈયારીમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે