બદલાઇ જશે Toll લેવાનો નિયમ, વાહન ચાલકોને બલ્લે-બલ્લે, સરકારે કરી મોટી જાહેરાત
Toll Tax New Rule: સરકાર ટૂંક સમયમાં બેરિયર-લેસ ટોલ કલેક્શન સિસ્ટમ (Barrier-less toll system) શરૂ કરવાની યોજના બનાવી રહી છે. નવી સ્કીમ આવતાં વાહનચાલકોએ ટોલ બૂથ પર અડધી મિનિટ પણ ઊભા રહેવું નહીં પડે.
Trending Photos
Barrier-less toll system: જો તમે વારંવાર હાઇવે પર કાર દ્વારા મુસાફરી કરો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમારો ટોલ ટેક્સ પર ખર્ચવામાં આવતો સમય વધુ ઓછો થવા જઈ રહ્યો છે. સરકાર ટૂંક સમયમાં બેરિયર-લેસ ટોલ કલેક્શન સિસ્ટમ (Barrier-less toll system) શરૂ કરવાની યોજના બનાવી રહી છે. નવી સ્કીમ આવતાં વાહનચાલકોએ ટોલ બૂથ પર અડધી મિનિટ પણ ઊભા રહેવું નહીં પડે. બુધવારે આ માહિતી આપતાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય પ્રધાન વીકે સિંહે જણાવ્યું હતું કે બેરિયર-લેસ ટોલ કલેક્શન સિસ્ટમ હાલમાં ટ્રાયલ હેઠળ છે. તેમણે કહ્યું, "એકવાર અમારું ટ્રાયલ સફળ થઈ જાય તો અમે તેને ટૂંક સમયમાં લાગુ કરીશું."
ફરવા જાવ તો ટ્રાય કરજો આ 4 હેલ્ધી અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ, નહી થાય શરીરને નુકસાન
વજન ઘટાડવું હોય તો આજે જ શરૂ કરી દો પાણીપુરી ખાવાનું, આ વાતનું પણ ધ્યાન રાખો
વીકે સિંહે કહ્યું કે દેશમાં રસ્તાઓ પર કવર કરવામાં આવેલા અંતરના આધારે ટોલ ચૂકવણીની સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ટોલ વસૂલાતની નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે તો તેની કાર્યક્ષમતા વધશે અને મુસાફરીનો સમય પણ ઘટશે. તેમણે કહ્યું કે વાહનોમાં ફાસ્ટેગના ઉપયોગથી ટોલ બૂથ પર લાગતો સમય ઘટીને 47 સેકન્ડ પર આવી ગયો છે, પરંતુ સરકાર તેને વધુ ઘટાડી 30 સેકન્ડથી પણ ઓછા કરવા માંગે છે.
Walking Plan: મહિનામાં 10 kg વજન ઘટાડવા માટે દરરોજ કેટલું ચાલવું જરૂરી, શું છે નિયમ
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી
દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ટેસ્ટિંગ
આ માટે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર પાયલોટ (પ્રાયોગિક) પરીક્ષણ ચાલી રહ્યું છે જેમાં સેટેલાઇટ અને કેમેરા આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિંહે કહ્યું, "જ્યારે તમે કોઈ હાઈવેમાં પ્રવેશો છો અને ત્યાં લગાવેલ કેમેરા તમારા વાહનના રજીસ્ટ્રેશન નંબરને સ્કેન કરે છે, તો તેના આધારે એ જાણી શકાય છે કે તમે ટોલ બૂથ સુધી પહોંચવા માટે કેટલા કિલોમીટરનો પ્રવાસ કર્યો છે.
બદામ અને અખરોટથી વધુ ફાયદાકારક છે ટાઇગર નટ્સ.. જાણો તેને ખાવાના 7 અનોખા ફાયદા
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી
તેમણે કહ્યું, “આ વર્તમાન સિસ્ટમથી અલગ છે જેમાં તમે હાઇવે પર કેટલા કિલોમીટરની મુસાફરી કરી છે તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. આ ચુકવણી ટોલના નિયમો પર આધારિત છે.
લાલ કિતાબનો આ ટોટકો કરશે નોટોનો વરસાદ, બંધ કિસ્મતવાળા પણ બની જશે અમીર
Life Insurance ના પણ છે ઘણા ફાયદા, લાંબાગાળે કમાઇ શકો છો વધુ રિટર્ન
Unlucky Plants: ગણતરીના દિવસોમાં અર્શથી ફર્શ પર લઇને ઘરમાં લગાવેલા આ 5 દુર્ભાગ્યને આપે છે આમંત્રણ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વર્તમાન સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન સહિત તમામ ક્ષેત્રોમાં કરવામાં આવેલા કાર્યોને કારણે જ આવી પ્રગતિ પ્રાપ્ત થઈ રહી છે. તેમણે કહ્યું કે ટેલિકોમ્યુનિકેશન નેટવર્કમાં થયેલા સુધારાથી ટોલ પ્લાઝા પર વાહનોનો ડેટા એકત્ર કરવામાં મદદ મળી રહી છે.
Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે