શેરબજારના કડાકા-ભડાકા વચ્ચે પણ આ શેરે ભુક્કા કાઢ્યા, 10 મહિનામાં 400 ટકા વધ્યો
Breaking News: શેરબજારમાં ઘટાડા વચ્ચે Motisons Jewelers મલ્ટિબેગર આઈપીઓ સાબિત થયો છે. લિસ્ટિંગ પછીથી, આ સ્ટોક સતત વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં ઇશ્યુ પ્રાઇસની તુલનામાં 400 ટકાથી વધુ વળતર આપ્યું છે.
Trending Photos
Multibagger IPO: છેલ્લા એક વર્ષમાં ઘણા આઈપીઓએ શેરબજારને ઝટકો આપ્યો છે. તો બીજી તરફ રોકાણકારો લિસ્ટિંગ પર ઘણા પૈસા કમાયા. પરંતુ, એક શેર એવો છે કે જે શેરધારકોને સતત જબરદસ્ત વળતર આપી રહ્યો છે. લિસ્ટિંગ પછી આ સ્ટોકે 400 ટકાથી વધુનું વળતર આપ્યું છે.
તમને નવાઈ લાગશે કે આ શેરના લિસ્ટિંગને એક વર્ષથી પણ ઓછો સમય થયો છે. હકીકતમાં BSE અને NSE પર લિસ્ટેડ Motisons Jewelersએ મલ્ટિબેગર આઈપીઓ સાબિત થયા છે. આ શેર ડિસેમ્બર 2023માં NSE પર 98 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. શેર તેની IPO કિંમત ₹55 થી વધીને ₹291 ના સ્તરે પહોંચ્યો છે. આ સમયગાળા દરમિયાન શેરે રોકાણકારોને 400 ટકાથી વધુ વળતર આપ્યું છે.
છેલ્લા 10 મહિનામાં પૈસા વસૂલ-
Motisons જ્વેલર્સનો શેર 1 ઓક્ટોબર, 2024ના રોજ ₹329.90ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. 2024 માં અત્યાર સુધીમાં સ્ટોક 191 ટકાથી વધુ વધ્યો છે અને સતત 10 મહિના સુધી પોઝિટીવ વળતર આપી રહ્યો છે. જોકે, ઓક્ટોબર મહિનામાં આ સ્ટોક 6 ટકાથી વધુ ઘટ્યો છે, જ્યારે સપ્ટેમ્બરમાં આ સ્ટોક 77 ટકાથી વધુ વધ્યો હતો.
Motisons Jewelers લિમિટેડ ભારતમાં જ્વેલરીનું ઉત્પાદન અને છૂટક વેચાણ કરે છે. કંપની સોના, હીરા, કુંદન, મોતી, ચાંદી, પ્લેટિનમ, કિંમતી પથ્થરો અને અન્ય ધાતુઓથી બનેલી બંગડીઓ, નેકલેસ, કાનની બુટ્ટી, પેન્ડન્ટ, બ્રેસલેટ, વીંટી, નોઝ પિન, ચેન અને મંગળસૂત્રનું ઉત્પાદન કરે છે. Motisons Jewellers Limited તેના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે. કંપનીની સ્થાપના 1997 માં કરવામાં આવી હતી અને તે જયપુર સ્થિત છે.
(Disclaimer: આ સમાચાર માત્ર માહિતીના હેતુ માટે પ્રકાશિત કરવામાં આવ્યા છે. જો તમે આમાંથી કોઈપણ શેરમાં નાણાંનું રોકાણ કરવા માંગતા હો, તો પહેલાં પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. તમારા કોઈપણ નફા કે નુકસાન માટે Zee 24 Kalak જવાબદાર નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે