Stocks to Buy: આ સપ્તાહે બ્રોકરેજ હાઉસે પાંચ શેર પર લગાવ્યો દાવ, ખરીદતા પહેલા ચેક કરો લિસ્ટ
Stocks to Buy: આ સપ્તાહના બ્રોકરેજ રિપોર્ટમાં દમદાર શેરોને પસંદ કરવામાં આવ્યા છે અને રોકાણકારોને તે શેરમાં પૈસા લગાવવાની સલાહ આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આ સપ્તાહની બ્રોકરેજ રિપોર્ટ તૈયાર થઈ ગઈ છે અને બ્રોકરેજ કંપનીઓએ અલગ-અલગ શેરો પર પૈસા લગાવવાની સલાહ આપી છે. તેમાં IOCL, Zomato, ITC સહિત ઘણા શેર છે, જે ફંડામેન્ટલી તો સ્ટ્રોંગ છે અને સાથે દમદાર રિટર્ન પણ અપાવી શકે છે.
1. IOCL
આ સપ્તાહે બ્રોકરેજ રિપોર્ટની શરૂઆત કરીએ IOCLથી. આ શેરની કિંમત 100 રૂપિયાથી પણ ઓછી છે અને 3 બ્રોકરેજ કંપનીએ ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ કંપની CLSA એ આ શેર પર ટાર્ગેટ પ્રાઇઝ આપી છે 90 રૂપિયા તો બ્રોકરેજ કંપની CITI એ આ શેર પર 100 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ આપી છે અને નોમુરાએ ખરીદવાની સલાહ આપતા 85 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ આપી છે.
2. Zomato
બ્રોકરેજ રિપોર્ટનો બીજો સ્ટોક છે ઝોમેટો. પોતાના ઓલ ટાઇમ લોથી 44 ટકા સુધી રિકવર થઈ ચુકેલા આ શેર પર હવે ઘણા બ્રોકરેજ હાઉસ બુલિશ જોવા મળી રહ્યાં છે. જેફરીઝ અનને ગોલ્ડમેન સેક્સે અહીં ખરીદવાનો મત વ્યક્ત કર્યો છે અને 100 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ આપી છે. આ સિવાય જેપી મોર્ગને ઓવકવેટની રેટિંગ યથાવત રાખી છે અને 115 રૂપિયા ટાર્ગેટ આપ્યો છે. આ સિવાય મોર્ગન સ્ટૈનલીએ અહીં ઓવરવેટના રેટિગં સાથે 80 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ આપી છે.
3. ITC
આ સિવાય તમે જે સ્ટોક પર દાંવ લગાવી મોટો નફો મેળવી શકો તે આઈટીસી છે. બ્રોકરેજ કંપની જેફરીઝે આ શેર પર ખરીદવાની સલાહ આપી અને 360 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ આપી છે. આ સિવાય જેપી મોર્ગને આ શેરને ઓવરવેટ રેટિંગમાં રાખ્યો છે અને 350 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ આપી છે.
4. Dabur India
તો બ્રોકરેજ હાઉસ ડાબર ઈન્ડિયા પર પણ બુલિશ છે અને તેને ખરીદવાની સલાહ આપી છે. કંપનીએ 615 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ આપી છે. આ સિવાય જેફરીઝે પણ ખરીદીની સલાહ આપી અને 660 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ આપી છે.
5. Interglobe Aviation
બ્રોકરેજ રિપોર્ટનો છેલ્લો સ્ટોક જે તમારા લિસ્ટમાં સામેલ કરી શકો તે છે ઇન્ટરગ્લોબ એવિએશન. તેના પર જેપી મોર્ગને ઓવરવેટનું રેટિંગ જાળવી રાખ્યું છે અને 2200 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ આપી છે. આ સિવાય UBS એ શેર પર ખરીદીની સલાહ આપી છે અને 2350 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ આપી છે. તો ક્રેડિટ સુઈસે આ શેર પર આઉટપરફોર્મની રેટિંગ યથાવત રાખી છે અને 2350 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે