Budget 2025: બજેટમાં હેલ્થ સેક્ટરને શું મળ્યું? કેન્સરની દવાઓ સસ્તી, 10 હજાર મેડિકલ સીટો વધશે...જાણો મહત્વની જાહેરાતો
Health Sector Budget 2025: દર વર્ષે બજેટ વખતે હેલ્થકેર સેક્ટરમાં રિફોર્મ્સની આશા રહે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે કઈ નવી જાહેરાતો કરી તે ખાસ જાણો.
Trending Photos
Health Sector Budget 2025: આ વર્ષના બજેટને લઈને હેલ્થકેર સેક્ટરને ખુબ આશા હતી. જેમાં ફીલ્ડમાં સરકારી ખર્ચો વધારવાની વાત કરાઈ છે અને અનેક જરૂરી ચીજોમાં ટેક્સ રિફોર્મનો ફાયદો મળશે. આ સાથે જ લોકોની સુવિધાઓ વધારવાની પણ વાત કરાઈ છે. આ ઉપરાંત મેડિકલ એજ્યુકેશનની જરૂરિયાતને પૂરી કરવા ઉપર પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે ખાસ ધ્યાન આપ્યું છે.
બજેટમાં હેલ્થકેર સેક્ટરને શું મળ્યું
1 ડે કેર કેન્સર સેન્ટર
સરકારે જાહેરાત કરી છે કે આવનારા 3 વર્ષોમાં દેશના તમામ જિલ્લાઓમાં ડે કેર કેન્સર સેન્ટર ખોલવામાં આવશે. ફાઈનાન્શિયલ યર 2025-26માં 200 આવા સેન્ટર ખોલવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જેનાથી ખુબ ગરીબ અને મિડલ ક્લાસના લોકોને ફાયદો થઈ શકે છે. જે કેન્સરની મોંઘી ટ્રિટમેન્ટનો ખર્ચો ઉઠાવી શકતા નથી.
2. અનેક દવાઓ સસ્તી થશે
કેન્સરની 36 લાઈફ સેવિંગ ડ્રગ્સ અને મેડિસિનને બેઝિક કસ્ટમ ડ્યૂટીથી સંપૂર્ણ રીતે છૂટવાળી દવાઓની યાદીમાં જોડવામાં આવશે. 37 વધુ દવાઓ અને 13 નવા પેશન્ટ આસિસ્ટન્ટ પ્રોગ્રામને બેઝિક કસ્ટમ ડ્યૂટીથી સંપૂર્ણ છૂટ આપવામાં આવશે. જો કે 6 જીવનરક્ષક દવાઓને 5% ની છૂટમર્યાદાવાળી કસ્ટમ ડ્યૂટી યાદીમાં જોડવાની છે.
સરકારે જીએસટી દરોમાં કમી કરી અને 3 એન્ટી કેન્સર દવાઓ- ટ્રેસ્ટુજુમાબ (Trastuzumab), ઓસિમર્ટિનિબ (Osimertinib) અને ડુરવાલુમાબ (Durvalumab)ને કસ્ટમ ડ્યૂટીથી છૂટ આપી.
લેન્સેટના એક સ્ટડી મુજબ વર્ષ 2019માં કેન્સરના લગભગ 12 લાખ નવા કેસ અને 9.3 લાખ મોત સાથે ભારત એશિયામાં બીમારીના બોજમાં બીજો સૌથી મોટો કન્ટ્રીબ્યુટર છે. રિપોર્ટ મુજબ 2020માં આ આંકડો વધીને 13.9 લાખ અને પછી 2021 અને 2022માં ક્રમશ: 14.2 લાખ અને 14.6 લાખ થઈ ગયો.
3. મેડિકલ કોલેજની સીટો વધશે
મેડિકલ એજ્યુકેશન પર ફોકસ કરતા સરકારે જાહેરાત કરી કે આ વર્ષે મેડિકલ કોલેજમાં 10 હજાર નવી સીટો વધારવામાં આવશે. આ ઉપરાંત આગામી 5 વર્ષમાં 75000 વધુ સીટોને એડ કરાશે. જેનાથી મેડિકલની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખુબ ફાયદો થશે.
4. હેલ્થકેર સેન્ટરમાં બ્રોડબેન્ડ
નાણામંત્રીએ જણાવ્યું કે તમામ સરકારી માધ્યમિક વિદ્યાલયો અને પ્રાઈમરી હેલ્થકેર સેન્ટર્સને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવશે.
5. મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન મળશે
છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં મેડિકલ ટુરિઝમનું કલ્ચર ખુબ વધી ગયું છે. અનેક દેશોની સરખામણીમાં ભારતમાં મેડિકલનો ખર્ચો સસ્તો હોવાના કારણે વિદેશથી અનેક લોકો અહીં સારવાર માટે આવે છે. જેનાથી દેશની ઈકોનોમીને બુસ્ટ મળે છે. સરકારની એવી કોશિશ છે કે મેડિકલ ટુરિઝમને વધુ પ્રોત્સાહન મળે.
6. મેડિકલ ટુલ્સ સસ્તા થશે
સરકારે અનેક મેડિકલ ટુલ્સ (મેડિકલ ઉપકરણો)ના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. જેનાથી સારવારનો ખર્ચ ઓછો થશે અને તેનો સીધો ફાયદો દર્દીઓને થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે