બજેટ 2025માં રેલ સેફ્ટી-ઈન્ફ્રા ડેવલપમેન્ટ પર રહેશે ફોકસ, સ્ટેશનો અને ટ્રેનોનો બદલવાશે રંગરૂપ; થઈ શકે છે આ મોટું એલાન
Budget 2025: ભારતીય રેલવે માટે આ વર્ષનું બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. સામાન્ય લોકોને ટ્રેન મુસાફરી દરમિયાન મળતી સુવિધાઓને વધુ સારી બનાવવા માટે બજેટમાં રેલવે માટે 18% સુધીની ફાળવણી શક્ય છે. આ વર્ષે સરકાર રેલ સેફ્ટી અને ઈન્ફ્રા ડેવલપમેન્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.
Trending Photos
Budget 2025: ભારતીય રેલવે માટે આ વર્ષનું બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. આ વર્ષે સરકાર રેલ સેફ્ટી અને ઈન્ફ્રા ડેવલપમેન્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આવી સ્થિતિમાં સરકાર BHEL, Titagarh Wagon, BEML અને RINL માટે મોટા બજેટની જાહેરાત કરી શકે છે.
સામાન્ય લોકોને ટ્રેન મુસાફરી દરમિયાન મળતી સુવિધાઓને વધુ સારી બનાવવા માટે બજેટમાં રેલવે માટે 18% સુધીની ફાળવણી શક્ય છે. જેમાં આગામી 2 વર્ષમાં 10,000 એન્જિનને કવચ યુક્ત કરવાની યોજના છે. આ ઉપરાંત 15000 કિમી રેલવે લાઇન પર કવચ લગાવવા માટે લગભગ 12,000 કરોડ રૂપિયાનું બજેટ શક્ય છે.
સરકારનું લક્ષ્ય છે કે સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણાતી 'કવચ સિસ્ટમ'ને 2030 સુધીમાં સમગ્ર ભારતીય રેલવેમાં ફિટ કરવામાં આવે. લગભગ 3,000 કિમી નવી દિલ્હી-મુંબઈ અને નવી દિલ્હી-હાવડા પર પહેલાથી જ કામ ચાલી રહ્યું છે. બન્ને રૂટ પર ટ્રેકનું કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થશે.
રોલિંગ સ્ટોક માટે એક્સ્ટ્રા બજેટની સંભાવના
આ બજેટમાં રોલિંગ સ્ટોક માટે વધારાના બજેટની પણ ઉમ્મીદ છે. આ ઉપરાંત ટ્રેન મુસાફરીને આરામદાયક બનાવવા માટે વંદે ભારત ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. તેમજ હાઇડ્રોજન ટ્રેન, ન્યૂ એજ ફ્યુઅલને લઈને પણ ફાળવણીની સંભાવના છે, જેના કારણે રેલવે તેની તૈયારીઓ ઝડપી બનાવશે.
LHB કોચ લગાવવા પર રહેશે રેલવેનું ધ્યાન
સરકાર આગામી નાણાકીય વર્ષ (FY26)માં ફક્ત LHB (લિંક હોફમેન બુશ) કોચનો ઉપયોગ સુનિશ્ચિત કરવાની યોજના બનાવી રહી છે. ગયા બજેટ (FY25)માં આ માટે 54,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે રેલવે કોચ ફેક્ટરીઓમાં ફક્ત LHB કોચ જ બનાવવામાં આવી રહ્યા છે, જે મુસાફરો માટે વધુ આરામદાયક છે અને ટ્રેનની સરેરાશ ગતિ વધારવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.
રેલવે સ્ટેશનોના આધુનિકીકરણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ઘણા મોટા સ્ટેશનોને પહેલાથી જ નવા અને આધુનિક સ્ટેશનોમાં બદલવામાં આવ્યા છે. આગામી બજેટમાં નાણાં મંત્રી અપગ્રેડ થનારા સ્ટેશનોની યાદી જાહેર કરી શકે છે. જેને FY26માં અપગ્રેડ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે