Bank Privatisation: આ કંપનીઓને વેચી દેવાશે સરકારી બેન્ક, આ સપ્તાહમાં આવી જશે EoI
FM Nirmal Sitharaman on Bank Privatisation: બેંક ખાનગીકરણ અંગે મોટી માહિતી બહાર આવી રહી છે. હાલમાં ઘણી કંપનીઓ સરકારી બેંક ખરીદવામાં રસ દાખવી રહી છે. હાલમાં આ યાદીમાં વધુ બે નવી કંપનીઓના નામ સામે આવી રહ્યા છે.
Trending Photos
Bank Privatisation Latest News: બેંકના ખાનગીકરણને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગયા વર્ષે તેમના બજેટમાં જાહેરાત કરી હતી કે તેઓ IDBI બેંકમાં તેમનો હિસ્સો વેચશે. હાલમાં આ વખતે બજેટ પહેલા બેંક ખાનગીકરણની યાદીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ બેંક માટે ઘણી કંપનીઓએ બોલી લગાવી છે.
આ બંને કંપનીઓ રસ દાખવી રહી છે-
હાલમાં, એમિરેટ્સ NBD ( Emirates NBD) , એક મધ્ય પૂર્વની બેંકિંગ કંપની અને અબજોપતિ પ્રેમ વત્સની આગેવાની હેઠળનું કેનેડાનું ફેરફેક્સ ગ્રુપ Fairfax Group IDBI બેંકમાં સરકારનો હિસ્સો ખરીદવામાં ઘણો રસ દાખવી રહી છે.
EoI આ અઠવાડિયે સબમિટ કરાશે-
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, Emirates NBD અને Fairfax Group આ બેંકમાં હિસ્સો ખરીદવા માટે આ અઠવાડિયે એક્સપ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ (EOI) સબમિટ કરી શકે છે.
બીજી પણ એક કંપની પણ રસ દાખવી રહી છે-
સૂત્રોએ જણાવ્યું છે કે લક્ઝમબર્ગની ખાનગી ઇક્વિટી કંપની CVC કેપિટલ પાર્ટનર્સ પણ આ ડીલમાં હિસ્સો ખરીદવા માટે આગળ આવી શકે છે. હાલમાં, આ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. તેના EOI સબમિટ કરવા અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
સરકારનો હિસ્સો શું છે-
તમને જણાવી દઈએ કે આ બેંકમાં LIC અને કેન્દ્ર સરકારની કુલ 94.71 ટકા ભાગીદારી છે, જેમાંથી સરકાર પાસે લગભગ 45 ટકા છે. જ્યારે બાકીનો ભાગ એલઆઈસીનો છે. ખાનગીકરણના આ નિર્ણય બાદ સરકાર પાસે બેંકમાં માત્ર 15 ટકા હિસ્સો રહેશે. તમને જણાવી દઈએ કે મોદી સરકાર અને LIC મળીને IDBI બેંકમાં તેમનો 60.72 ટકા હિસ્સો વેચશે. આ હિસ્સામાં રેશિયોની વાત કરીએ તો સરકારનો રેશિયો 30.48 ટકા અને LICનો હિસ્સો 30.24 ટકા રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે