તહેવાર પહેલા સસ્તુ થયું ડ્રાય ફ્રૂટ્સ, જાણો કાજુ, બદામ, સુકી દ્રાક્ષના નવા ભાવ
Trending Photos
નવી દિલ્હી: દશેરા, દિવાળી આવતા જ કાજુ, બદામ અને સુકી દ્રાક્ષ હમેશાં મોંઘી થઈ જાય છે, પરંતુ આ વખતે તહેવારની સીઝનમાં ડ્રાય ફ્રૂટ્સ (Dry fruits) સસ્તા થઈ ગયા છે. કોરોના વાયરસ મહામારી (coronavirus pandemic)ના કારણે ડિમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તેની કિંમતમાં ઘટાડો થયો છે. સમાન્ય રીતે તહેવાર પર ડ્રાય ફ્રૂટ્સની ડિમાન્ડ વધે છે, પરંતુ આ વખતે નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારમાં પણ ગ્રાહક દુકાનોથી દુર છે.
આ પણ વાંચો:- કરોડોનું ટર્ન ઓવર કરતી મલાઇદાર અમૂલની સત્તા માટે રાજકીય પક્ષો એડીચેટીનું જોર લગાવી રહ્યાં છે
વર્ષની શરૂઆતમાં જ ઘટ્યા ભાવ
માર્કેટના ટ્રેડ પર અમારી સહયોગી ચેનલ ZEE Businessની રિપોર્ટમાં જણાવા મળ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટબર વચ્ચે ડ્રાય ફ્રૂટ્સની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
કાજુ અને સુકી દ્રાક્ષ થઈ સસ્તી
જાન્યુઆરીમાં કાજુ 800 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યાં હતા, ત્યારે ઓક્ટોબરમાં ઘટની 600 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. આ રીતે સુકી દ્રાક્ષની કિંમત પણ 240 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 220 રૂપિયા થઈ ગઇ છે.
ખજુરના ભાવ પણ ઘટ્યા
ખજુર પણ જાન્યુઆરીમાં 300 રૂપિયા પ્રતિ કિલોથી ઘટની ઓક્ટોબરમાં 280 રૂપિયા પર વેચાઈ રહી છે. જોકે, અંજીરની કિંમત વધી છે. હાલ 750 રૂપિયાથી વધીને 800 રૂપિયા પ્રતિ કિલો પર વેચાઈ રહી છે.
અખરોટ અને બદામના ભાવમાં ઘટાડો
અખરોટ જાન્યુઆરીમાં 850 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી હતી જે ઓક્ટોબરમાં ઘટીને 600 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. બદામ પણ જાન્યુઆરીમાં 650 રૂપિયે વેચાઈ રહી હતી જે ઓક્ટોબરમાં 590 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.
નાની ઈલાયચીના ભાવ નરમ
જાન્યુઆરીમાં નાની ઈલાયચીના ભાવ 5000 રૂપિયા પ્રતિ કિલો હતા, જે ઓક્ટોબરમાં ઘટની 3000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં કોરોના કારણે વધુ ઘટાડો આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે