કર્મચારીઓ માટે ખુશખબરી! હવે સેલેરી માટે નહીં જોવી પડે મહિનો પુરો થવાની રાહ, દર અઠવાડિયે મળશે પગાર
અગાઉ પણ ઘણા દેશોમાં કંપનીઓ દર અઠવાડિયે તેમના કર્મચારીઓને પગાર ચૂકવે છે. હવે IndiaMART એ ભારતમાં તેની પહેલ શરૂ કરી છે. ઈન્ડિયામાર્ટ કંપનીએ તેના કર્મચારીઓને દર અઠવાડિયે પગાર ચૂકવવાનું નક્કી કર્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ Weekly Pay Policy In India: કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોરોના મહામારી પછી ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓના પગારમાં ઘટાડો કરી રહી છે. પરંતુ આ દરમિયાન એક એવી કંપની છે જે કર્મચારીઓને દર અઠવાડિયે પગાર આપશે. હકીકતમાં, વૈશ્વિક મહામારીના આ યુગમાં ઇન્ડિયામાર્ટ કંપનીએ કર્મચારીઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે આ કરવાની જાહેરાત કરી છે. હવે કર્મચારીઓને પગાર માટે એક મહિના સુધી રાહ જોવી નહીં પડે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણા દેશોમાં કંપનીઓ દર અઠવાડિયે તેમના કર્મચારીઓને પગાર ચૂકવે છે. હવે IndiaMART એ ભારતમાં તેની પહેલ શરૂ કરી છે. ઈન્ડિયામાર્ટ કંપનીએ તેના કર્મચારીઓને દર અઠવાડિયે પગાર ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળે છે.
ઘણા દેશોમાં પ્રચલિત
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયામાર્ટ એ દેશની પ્રથમ કંપની છે જે સાપ્તાહિક વેતન ચૂકવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, 'બદલાતા સમય અને વધતા નાણાકીય બોજને ધ્યાનમાં રાખીને આની જરૂરિયાત અનુભવાઈ રહી છે. મહામારીમાં તેનું મહત્વ વધી ગયું છે. ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ અને અમેરિકા જેવા ઘણા દેશોમાં આવી પ્રથા છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાયેલા સંજોગો, કર્મચારીઓના ફાયદાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દરેક વ્યક્તિ આ નિર્ણયને આવકાર્યો
ઈન્ડિયામાર્ટના સીઓઓ દિનેશ ગુલાટીએ જણાવ્યું હતું કે, “કંપનીમાં દરેક વ્યક્તિ આ નિર્ણયને આવકારશે. કંપનીએ ઘણા વર્ષો પહેલા આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અમારે અહી ઘણા લોકોને દર અઠવાડિયે ઈન્સેટિવ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારી પછી, ઈન્ડિયામાર્ટ પહેલી કંપની હતી જેણે વર્ક ફ્રોમ હોમનો કોન્સ્પેટ અમલ કર્યો હતો. એટલે કે ઈન્ડિયામાર્ટે દર વખતે કર્મચારીઓ નવી નવી પહેલ કરે છે.
કર્મચારીઓને દર અઠવાડિયે મળશે પગાર
કંપનીનું કહેવું છે કે આ નિર્ણય બાદ કર્મચારીઓ માટે દર અઠવાડિયે પગાર મેળવીને તેમની નાણાકીય જરૂરિયાતો પહેલા કરતા વધુ સરળ બનશે. તેનાથી કર્મચારીઓને પગાર માટે હવે એક મહિના સુધી રાહ જોવી પડશે નહીં. દેશમાં પહેલીવાર કોઈ કંપની આવી સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. તેનાથી કર્મચારીઓને દરેક રીતે ફાયદો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે