એક લીટર પેટ્રોલ પર 33 અને ડીઝલ પર 32 રૂપિયાની કમાણી, સરકારે સત્ય સ્વીકાર્યુ
દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 27 ફેબ્રુઆરીથી કોઈ ફેરફાર થયો નથી. ચૂંટણી માહોલમાં એક તરફ સરકાર માટે રાહતની વાત છે. પરંતુ આજે લોકસભામાં સરકારે સ્વીકાર કર્યો કે પેટ્રોલ-ડીઝલથી મોટી કમાણી થઈ રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol and diesel) ની કિંમતોમાં 27 ફેબ્રુઆરીથી કોઈ ફેરફાર થયો નથી. ચૂંટણી માહોલમાં એક તરફ સરકાર માટે રાહતની વાત છે. પરંતુ આજે લોકસભા (Loksabha) માં સરકારે સ્વીકાર કર્યો કે પેટ્રોલ-ડીઝલથી તેને સારી કમાણી થઈ રીહ છે. જાણો શું કહ્યું સરકારે...
પેટ્રોલથી 33, ડીઝલથી 32 રૂપિયાની કમાણી
સરકારે લોકસભમાં એક સવાલના જવાબમાં સ્વીકાર કર્યું કે, 6 મે 2020 બાદ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી, સેસ અને સરચાર્જથી ક્રમશઃ 33 રૂપિયા અને 32 રૂપિયા પ્રતિ લીટરની કમાણી થઈ રહી છે. જ્યારે માર્ચ 2020થી 5 મે 2020 વચ્ચે તેની કમાણી ક્રમશઃ 23 રૂપિયા અને 19 રૂપિયા પ્રતિ લીટર હતી.
પાછલા વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી 13 રૂપિયાનો વધારો
સરકારે લોકસભામાં કહ્યું કે, જાન્યુારીથી 13 માર્ચ 2020 વચ્ચે પેટ્રોલ અને ડીઝલથી પ્રતિ લીટર ક્રમશઃ 20 રૂપિયા અને 16 રૂપિયાની કમાણી થઈ રહી છે. આ રીતે 31 ડિસેમ્બર 2020ની તુલના કરવામાં આવે તો સરકારની પેટ્રોલથી કમાણી 13 રૂપિયા અને ડીઝલથી 16 રૂપિયા પ્રતિ લીટર વધી છે.
ચૂંટણી માહોલમાં નથી વધી રહી કિંમત
વિપક્ષ સતત સરકારને સવાલ કરી રહ્યો છે કે દેશમાં ચાર રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર કેમ છે. જ્યારે બજાર તેની કિંમત નક્કી કરે છે. તેના પર લોકસભામાં સરકારે મૌન ધારણ કરી લીધુ હતું. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, અન્ય દેશોની તુલનામાં દેશની અંદર ઈંધણની ઉંચી-નીચી કિંમતો ઘણા કારણો પર નિર્ભર કરે છે. તેમાં અન્ય દેશોની સરકાર દ્વારા અપાતી છૂટ પણ સામેલ છે. સરકાર તેનો રેકોર્ડ રાખતી નથી.
રાજકોષીય સ્થિતિને કારણે પેટ્રોલ-ડીઝલનો ઊંચો ભાવ
કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે ઈંધણ પર એક્સાઈઝ ડ્યૂટીને યોગ્ય ઠેરવી. તેમણે લોકસભાને જાણ કરી કે હાલની રાજકોષિય સ્થિતિને જોતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય વિકાસ કાર્યો પર ખર્ચ માટે સંસાધન ભેગા કરવાના છે. તેથી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી નક્કી કરવામાં આવી છે.
જીએસટીમાં લાવવાની યોજના નહીં
આ વચ્ચે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યુ કે, પેટ્રોલિયમ ઉત્પાદકો કાચુ તેલ, પેટ્રોલ-ડીઝલ, વિમાન ઇધણ અને પ્રાકૃતિક ગેસને હાલ જીએસટી હેઠળ લાવવાની યોજના નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે