એમેઝોનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ભારતીય મૂળના ઈન્દિરા નૂઈ સામેલ
પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દિરા નૂઈ (Indra Nooyi)એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ થઈ ગઈ છે.
Trending Photos
વોશિંગટનઃ પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દિરા નૂઈ (Indra Nooyi)એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ થઈ ગઈ છે. ઓનલાઇન રિટેલ કંપની તરફથી તેની જાહેરાત કરવામાં આવી છે. ઓક્ટોબર 2018માં પેપ્સિકોમાંથી રાજીનામું આપનારી નૂઈ એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટરોમાં સામેલ થનારી બીજી ભારતીય મૂળની મહિલા છે. આ પહેલા ફેબ્રુઆરીની શરૂઆતમાં સ્ટારબક્સની એક્ઝિક્યુટિવ રોસલિન્ડ બ્રેવર પણ બોર્ડમાં સામેલ થઈ હતી.
12 વર્ષ સુધી સંભાળી હતી પેપ્સિકોની કમાન
એમેઝોન તરફતી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે આ મહિને અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરોમાં બે નવા સભ્યોની પસંદગીથી ખુબ ઉત્સાહિત છીએ. રોજ બ્રેવર અને ઈન્દિરા નૂઈ, તમારૂ સ્વાગત છે. નૂઈ એમેઝોનની ઓડિટ સમિતિની સભ્ય રહેશે. ભારતમાં જન્મેલી 63 વર્ષની નૂઈએ 12 વર્ષ સુધી પેપ્સિકોની કમાન સંભાળ્યા બાદ ગત વર્ષે ઓગસ્ટમાં પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદની દોડમાં સામેલ
આ પહેલા ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદ માટે વ્હાઇટ હાઉસ ઈન્દિરા નૂઈના નામ પર વિચાર કરી રહ્યું છે. ખબર અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પે નૂઈને વહીવટી ભાગીદાર ગણાવી હતી. ઇવાંકા વિશ્વબેન્કના નવા પ્રમુખ માટેની અરજી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. સૂત્રોએ કહ્યું કે, વિશ્વબેન્કના પ્રમુખની પસંદગી પ્રક્રિયા હજુ પ્રારંભિક ચરણમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે