Free Aadhaar Update: 3 મહિના માટે વધારી સુવિધા, આધારમાં Free માં નામ, એડ્રેસ અને ફોન નંબર આ રીતે કરો અપડેટ
UIDAI News: આધાર કાર્ડ ધારકો 14 માર્ચ સુધી myAadhaar પોર્ટલ દ્વારા તેમની માહિતી મફતમાં અપડેટ કરી શકે છે. જો તમે 14 ડિસેમ્બર સુધીમાં તમારું આધાર અપડેટ કરી શકતા નથી, તો તમે આવનારા સમયમાં તેનો લાભ લઈ શકો છો.
Trending Photos
myAadhaar portal: જો તમારા આધાર કાર્ડમાં તમારું નામ, સરનામું હજુ પણ ખોટું છે અથવા તમારે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવાની જરૂર છે, તો આ સમાચાર તમારા માટે છે. હા, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે, આધારને ફ્રી અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ 2024 સુધી લંબાવી દેવામાં આવી છે. અગાઉ આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર, 2023 હતી.
છેલ્લી તારીખ ત્રણ મહિના માટે લંબાવાઇ
UIDAI દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે લોકોની માંગ બાદ આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે. હવે આધાર કાર્ડ ધારકો 14 માર્ચ સુધી myAadhaar પોર્ટલ દ્વારા તેમની માહિતી મફતમાં અપડેટ કરી શકશે. જો તમે 14 ડિસેમ્બર સુધીમાં તમારું આધાર અપડેટ કરી શક્યા નથી, તો તમે આવનારા સમયમાં તેનો લાભ લઈ શકો છો.
રાહુલ દ્રવિડ પછી ભારતનો 'ધ વોલ' ગણાતા ગુજરાતી ક્રિકેટરનો વિદેશમાં જલવો, ફટકારી 8 સદી
શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવ બની ગયો હાર્દિક પંડ્યા, આ ખેલાડીને બનાવી દીધો મેચનો વિલન
આધાર કેન્દ્ર પર 50 રૂપિયા ફી
UIDAI નામ, સરનામું અને લગ્ન/મૃત્યુ વગેરેના કિસ્સામાં માહિતી અપડેટ કરવાની સુવિધા પૂરી પાડે છે. આ માહિતી UIDAI વેબસાઈટ દ્વારા મફતમાં અપડેટ કરી શકાય છે. આ ઉપરાંત, તમે સામાન્ય સેવા કેન્દ્રો (CSC) પર રૂબરૂ જઈને પણ અપડેટ મેળવી શકો છો. તમે આ સુવિધાનો લાભ માત્ર myAadhaar પોર્ટલ દ્વારા જ મફતમાં મેળવી શકો છો. આ સિવાય આધાર સેન્ટર પર પહેલાની જેમ 50 રૂપિયાની ફી લેવામાં આવશે.
Watch Video: ભારતનો નવો સિક્સર કિંગ, દક્ષિણ આફ્રિકામાં મેદાનના ફોડી રહ્યો છે કાચ
Year Ender 2023: આ વર્ષે વનડેમાં આ 10 ખેલાડીઓનો રહ્યો દબદબો, ટોપ-3 માં તમામ ભારતીય
આધાર અપડેટ કરવા માટે ફ્રી ઓફરનો ફાયદો કેવી ઉઠાવશો
> સૌથી પહેલા https://myaadhaar.uidai.gov.in પર જાઓ અને આધાર નંબર દ્વારા લોગીન કરો.
> આ પછી હોમ પેજ પર આપેલા 'proceed to update address' વિકલ્પ પર ક્લિક કરો.
> હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, તેને એન્ટર કરો.
> અહીં તમે 'દસ્તાવેજ અપડેટ' પર ક્લિક કરો અને તમે તમારી વર્તમાન વિગતો જોશો.
> આધાર કાર્ડ ધારકે પોતાની માહિતીની ચકાસણી કરવાની રહેશે. જો યોગ્ય જણાય તો પછીની હાઇપરલિંક પર ક્લિક કરો.
> હવે આગલી સ્ક્રીનમાં ડ્રોપડાઉન લિસ્ટમાંથી આઇડેન્ટિટી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ પસંદ કરો.
> એડ્રેસ પ્રૂફની સ્કેન કરેલી કોપી અહીં અપલોડ કરો અને સબમિટ પર ક્લિક કરો. તમારો દસ્તાવેજ અપલોડ કરવા માટે, તેની એક કોપી અપલોડ કરો.
> જો આધાર અપડેટ વિનંતી સ્વીકારવામાં આવશે, તો 14 અંકનો અપડેટ વિનંતી નંબર (URN) જનરેટ થશે.
2024 Predictions: વર્ષ 2024 માટે નાસ્ત્રેદમસની અશુભ આગાહીઓ, ચીન વોરનો પણ ઉલ્લેખ
BSY: દીકરીના જન્મથી લઈને શિક્ષણ સુધીનો સરકાર ઉઠાવે છે ખર્ચ, આ રીતે ફાયદો ઉઠાવો
કેવી રીતે અપલોડ કરશો એડ્રેસ પ્રૂફ
1.) સૌથી પહેલા https://myaadhaar.uidai.gov.in પર જાઓ.
2.) હવે અહીં લોગિન કરો અને 'અપડેટ નામ/લિંગ/જન્મ અને સરનામું તારીખ' પસંદ કરો.
3.) આ પછી 'Update Aadhaar Online' પર ક્લિક કરો.
4.) ડેમોગ્રાફિક ઓપ્શનની યાદીમાંથી 'સરનામું' પસંદ કરો અને 'પ્રોસીડ ટૂ આધાર અપડેટ' પર ક્લિક કરો.
5.) સ્કેન કરેલી નકલ અપલોડ કરો અને જરૂરી ડેમોગ્રાફિક માહિતી દાખલ કરો.
6.) 25 રૂપિયા ચૂકવો. જો કે, 14 ડિસેમ્બરથી 14 માર્ચ સુધી આ જરૂરી નથી. આ પછી તમારે આ પેમેન્ટ કરવાનું રહેશે.
7.) સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN) જનરેટ થશે, જેને તમે ભવિષ્યના ટ્રેકિંગ માટે સાચવી શકો છો.
8.) ઇન્ટરનલ ક્વોલિટી ચેક કર્યા બાદ, યૂઆઇડીએઆઇ (UIDAI) તરફથી એક SMS પ્રાપ્ત થશે.
ઐશ્વર્યા રાય અભિષેકથી લઈ રહી છે છૂટાછેડા?, પહેલા લગ્નની વીંટી કાઢી પછી...
'ભાઈનું નસીબ ખુલ્યું...Video જોઈને દરેક કહે છે મારે પણ ઢોલવાળા બનવું છે, ચાન્સ લઈ...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે