Gold Price Today: સોના-ચાંદી ખરીદવું બન્યું સપનું, દરરોજ જોવા મળે છે રેકોર્ડબ્રેક તેજી, જાણો આજનો ભાવ
Gold price Today 20 May: સોના-ચાંદીના ભાવે નવો રેકોર્ડ સર્જ્યો છે. સોમવારે ચાંદી 3900 રૂપિયા પ્રતિ કિલો વધીને 93000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઇ છે. જે પોતાનામાં એક નવો રેકોર્ડ સર્જી રહ્યા છે.
Trending Photos
Gold Silver price Today: મે મહિનામાં સોના-ચાંદીના ભવ દરરોજ નવા રેકોર્ડ સ્થાપી રહ્યા છે. 20 મેના રોજ બુલિયન માર્કેટ ખુલતાંની સાથે જ સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી હતી. સોમવારે સોનું 600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. તો બીજી તરફ ચાંદીની વાત કરીએ તો તેની કિંમત આસમાને પહોંચતી જોવા મળી છે. સોમવારે ચાંદી 3900 રૂપિયા પ્રતિ કિલો વધીને 93000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઇ છે. જે પોતાનામાં એક નવો રેકોર્ડ સર્જી રહ્યા છે.
જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો
ક્યારે લોન્ચ 'માઇલેજની મહારાણી' નું CNG વર્જન? કિંમત અને ફીચર્સને લઇને થયો ખુલાસો
સોમવારે બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનાની કિંમત 550 રૂપિયા તેજી સાથે 68550 રૂપિયા થઇ ગઇ. તો બીજી તરફ 19 મેના રોજ તેની કિંમત 68000 રૂપિયા હતી. આ સિવાય જો 24 કેરેટ શુદ્ધ સોનાની વાત કરીએ તો તેની કિંમતમાં 600 રૂપિયાનો વધારો થયો છે. જે પછી તેની કિંમત 74070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. આ પહેલા 19 મેના રોજ તેની કિંમત 73470 રૂપિયા હતી.
વર્ષમાં ફક્ત 3 મહિના મળે છે સ્ટ્રોબેરી જેવું દેખાતું આ ફળ, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓને નિયમિત પીવા જોઇએ આ 3 પ્રકારના લિક્વિડ, બ્લડ સુગર રહેશે કાબૂમાં
આ છે 18 કેરેટનો ભાવ
તો બીજી તરફ 18 કેરેટ સોનાની વાત કરીએ તો સોમવારે તેની કિંમત 56090 રૂપિયા રહી. તો બીજી તરફ 19 મેના રોજ તેનો ભાવ 55640 રૂપિયા હતો. મે મહિનામાં સોના ચાંદીના ભાવે નવો રેકોર્ડ સર્જ્યો છે.
ચાંદીમાં પણ તેજી
બુલિયન માર્કેટમાં સતત ચાંદીના ભાવ વધતા જાય છે. સોમવારે ચાંદીમાં 3900 રૂપિયા પ્રતિ કિલોની તેજી જોવા મળી છે. ત્યારબાદ તેનો ભાવ 93000 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. આ પહેલાં 19 મેના રોજ તેની કિંમત 89100 રૂપિયા પ્રતિ કિલો હતી. ચાંદીના ભાવમાં આ વધારો પોતાનામાં એક નવો રેકોર્ડ છે.
Tata નો આ શેર ₹1200 ને પાર જશે, કંપની બનાવ્યો ₹43000 કરોડનો મોટો પ્લાન
એક સમયે નદી કાંઠે હતું આ દુર્લભ વનસ્પતિનું જંગલ, હવે ગુજરાતમાંથી થઇ રહી છે ગાયબ
કેવી રીતે જાણો સોનાની શુદ્ધતા
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે.
Upcoming SUV: લોન્ચ થવાની નજર લાગે એવી આ 6 કાર, જોઇને દિલ થઇ જશે ગાર્ડન ગાર્ડન
Cars Launch in May: મે 2024 માં લોન્ચ થઇ આ કાર, તમે કઇ બુકિંગ કરાવવાના છો?
જાણો 22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, તેના દાગીના બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
શુક્રાદિત્ય રાજયોગ આ 3 રાશિઓને મારફાડ કમાણી, ખૂલી જશે ભાગ્યના દ્વાર
ડાયાબિટીસના દર્દીઓને નિયમિત પીવા જોઇએ આ 3 પ્રકારના લિક્વિડ, બ્લડ સુગર રહેશે કાબૂમાં
હોલમાર્કનું રાખો ધ્યાન
સોનું ખરીદતી વખતે લોકોએ તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખવી જોઈએ. ગ્રાહકોએ હોલમાર્ક માર્ક જોયા પછી જ ખરીદી કરવી જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમો હેઠળ કામ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે