વધુ મોંઘુ થઇ ગયું સોનું, આ અઠવાડિયા તમામ રેકોર્ડ તોડી દેશે
જ્યારે આખી દુનિયામાં મંદીના અણસાર જોવા મળી રહ્યા છે, ત્યારે સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત એક મહિનાથી સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે આ અઠવાડિયે સોનાની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચવાની છે.
Trending Photos
નવી દિલ્હી: જ્યારે આખી દુનિયામાં મંદીના અણસાર જોવા મળી રહ્યા છે, ત્યારે સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત એક મહિનાથી સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે આ અઠવાડિયે સોનાની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચવાની છે.
પ્રતિ દસ ગ્રામ સોનાની કિંમત 46,000 રૂપિયા થવાની આશા
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ લગભગ સાડા સાત વર્ષના ટોચ પર પહોંચી ગયો છે જેથી ભારતીય વાયદા બજારમાં પણ સોનું નવા શિખર તરફ છે. ગત અઠવાડિયે સાત એપ્રિલના રોજ ઘરેલૂ વાયદા બજારમાં સોનાનો ભાવ 45,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉછળ્યો હતો જે અત્યાર સુધીનું સૌથી ઉંચુ સ્તર ગણવામાં આવે છે. પરંતુ આ અઠવાડિયે સોનું 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના મનોવૈજ્ઞાનિક સ્તરને તોડીને નવી ઉંચાઇને અડકી શકે છે.
આંતરરાષ્ટ્રીય વાયદા બજાર કોમેક્સ પર ગત અઠવાડિયાના અંતિમ સત્રમાં સોનાનો ભાવ 1,754.50 ડોલર પ્રતિ ઔંસની ઉંચાઇને અડક્યા બાદ 1,752 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો જોકે ઓક્ટોબર 2012 બાદ સૌથી ઉંચા સ્તર પર છે. જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડીયા એટલે કે જીજેટીસીઆઇના પ્રેસીડેન્ટ શાંતિભાઇ પટેલ કહે છે કે હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં તેજી આવી છે તેથી ઘરેલૂ વાયદા બજાર પણ તેજ છે કારણ કે હાજર બજારમાં કારોબાર ઠપ્પ છે.
કોરોના વાયરસના સંક્રમણની કડીને તોડવા માટે કેન્દ્ર સરકારે દેશભરમાં 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરી દીધું છે જેના લીધે ઘરેલૂ સોની બજારમાં કારોબાર બંધ છે, પરંતુ વાયદા બજારમાં કારોબાર ચાલી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે