Latest Gold Rate: સોનામાં કડાકા પર કડાકા, ગગડીને ક્યાં પહોંચ્યો ભાવ? જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

Gold Rate Today: જો તમે સોનાની લગડી કે દાગીના લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ તમારે જાણવા ખુબ જરૂરી છે. કારણ કે સોના અને ચાંદીના ભાવમાં હાલ ભારે ઉથલપાથલ ચાલી રહી છે. સોનું ગઈ કાલે પણ ગગડ્યું હતું અને પણ કડાકો જોવા મળી રહ્યો છે. 

Latest Gold Rate: સોનામાં કડાકા પર કડાકા, ગગડીને ક્યાં પહોંચ્યો ભાવ? જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

Gold Rate Today: સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શરાફાબજારમાં આજે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે પણ સોના અને ભાવ કડાકા સાથે બંધ થયા હતા. 

આજનો સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલની સરખામણીમાં આજે 141 રૂપિયાના કડાકા સાથે 58724 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 129 રૂપિયાના ઘટાડા સાથે 53791 રૂપિયાની સપાટી પર જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી 107 રૂપિયાના કડાકા સાથે પ્રતિ કિલો 70793 રૂપિયાની સપાટીએ જોવા મળી રહી છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news