Gold Rate Today: હાશ! સોનાએ આપી રાહત, રિટેલ બજારમાં શું ભાવ છે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો તે ખાસ જાણો
Latest Gold Rate: નવું અઠવાડિયું શરૂ થયું કે સોના અને ચાંદીએ લોકોને ઝટકા આપવા માંડ્યા. ભાવમાં સતત વધારો થતો જોવા મળ્યો. જો કે આજે સોનાએ રિટેલ બજારમાં રાહત આપી છે. વધુ વિગતો ખાસ જાણો.
Trending Photos
સોના અને ચાંદીના ભાવમાં સોમવારે ઉછાળો જોવા મળ્યો. આજે મંગળવારે પણ સોના અને ચાંદીના ભાવ તેજીમાં જોવા મળી રહ્યા છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારની જેમ બજારોમાં હજુ પણ થોડા દાયરામાં રહીને ટ્રેડિંગ થતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સોનું. ગ્લોબલ માર્કેટમાં સોનું $2,630 પર હતું. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનું 76,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નજીક હતું. MCX પર ચાંદી 89,300 રૂપિયા પર હતી. વાત જાણે એમ છે કે ડોલર ઈન્ડેક્સમાં ફરીથી મજબૂતી જોવા મળી રહી છે. જે 108ની ઉપર આવી ગયો છે અને રજાઓના કારણે ટ્રેડિંગ વોલ્યુમમાં કમી પણ જોવા મળી રહી છે. સોના અને ચાંદીના વાયદા બજાર અને રિટેલ રેટ ખાસ જાણો.
વાયદા બજારના ભાવ
MCX પર સવારે 9.45 રૂપિયાની આસપાસ સોનું વાયદો 133 રૂપિયાની તેજી સાથે 76,277 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જે કાલે 76,144 રૂપિયા પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી વાયદા બજારમાં 172 રૂપિયાની તેજી જોવા મળી અને 89,290 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર જોવા મળી, જે કાલે 89,118 રૂપિયા પર બંધ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 17 રૂપિયા વધીને 75961 રૂપિયા પર પહોંચ્યું. જે કાલે 75944 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જો કે સવારે ખુલ્યું ત્યારે ભાવ 76164 રૂપિયા હતો. ચાંદીમાં 312 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને આજે ભાવ 87800 રૂપિયા પર પહોંચી ગયો. જે કાલે 87488 રૂપિયા પર ક્લોઝ થયો હતો. કાલે સવારે ભાવ ખુલ્યો ત્યારે 87400 રૂપિયા પર હતો.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/iEUvlQwVNF
— IBJA (@IBJA1919) December 24, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/Q85VTXZnba
— IBJA (@IBJA1919) December 24, 2024
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે