Gold Price Today: હવે વધવા લાગ્યા સોનાના ભાવ, જો લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Gold-Silver Rate Today: જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે.જાણો આજના સોનાના ભાવ...

Gold Price Today: હવે વધવા લાગ્યા સોનાના ભાવ, જો લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Gold-Silver Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે 3 માર્ચ 2023ના રોજ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવ 56 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે જ્યારે ચાંદીનો ભાવ 64 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તર પર 999 પ્યોરિટીવાળા 24 કેરેટના 10 ગ્રામ સોાના  ભાવ 56091 રૂપિયા છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદી 64043 રૂપિયાના સ્તરે પહોંચી છે. 

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) મુજબ ગુરુવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 56087 રૂપિયા હતો જે આજે સવારે 56091 રૂપિયા જોવા મળ્યો છે. ચાંદીમાં પણ મામૂલી વધારો જોવા મળ્યો છે. 

આજના સોના ચાંદીના ભાવ
અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ આજે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 4 રૂપિયા વધીને 56091 પર જોવા મળ્યું. જ્યારે 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 3 રૂપિયા મોંઘુ થઈને 55866 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. 916 પ્યોરિટીવાળું સોનું 4 રૂપિયા મોંધુ થઈને 51375 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે 750 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનુ આજે 3 રૂપિયા મોંઘુ થયું અને 42068ના સ્તરે પહોંચ્યું. 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 3 રૂપિયા વધીને 32813ની સપાટીએ પહોંચ્યું. ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદી 337 રૂપિયા મોંઘી થઈને 64043 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news