સુરતમાં મોટા ગજાના બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો, ઝેરી દવા પીતા પહેલાં વીડિયો બનાવ્યો
Trending Photos
Surat Builder Attempt To Suicide ચેતન પટેલ/સુરત : સુરતના મોટાવરાછાના મોટા ગજાના એક બિલ્ડરે ઝેર પી અમદાવાદ ખાતે આપઘાતનો પ્રયાસ કરતાં બિલ્ડરલોબીમાં ચકચાર મચી છે. આ બિલ્ડરે નાણાકીય ભીંસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ બિલ્ડરની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડરે આપઘાત કરવા જતાં પહેલાં મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો અને એ તેના નજીકના સંબંધીને મોકલાયો હતો. હાલ આ અંગે અમદાવાદની હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર, નોટબંધી અને જીએસટી બાદ ફટકા ખાતો બાંધકામ ઉદ્યોગ હજુ પાટે ચઢ્યો નથી. એને કારણે મોટાવરાછાના અનેક બિલ્ડરો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મોટાવરાછા વિસ્તારના મોટા ગજાના બિલ્ડર અશ્વિન છોડવડિયાએ અમદાવાદમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બિલ્ડર હાલમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવારમાં છે. જોકે તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
"ગુનેગારોને છોડતા નહીં, દોઢ વર્ષથી મારી જિંદગી ખરાબ કરી" : વીડિયો બનાવી સુરતના બિલ્ડરે કર્યો આપઘાતનો પ્રયાસ
વીડિયો અંગે ZEE 24 કલાક નથી કરતું પુષ્ટિ...#surat #builders #stress #ZEE24KALAK #Gujarat pic.twitter.com/ocLw3iBsWs
— Zee 24 Kalak (@Zee24Kalak) March 3, 2023
આપઘાત પહેલાના વીડિયોમાં રડી પડ્યો બિલ્ડર
આપઘાતનો પ્રયાસ કરતાં પહેલાં આ બિલ્ડરે એક વીડિયો પણ બનાવ્યો હતો, એ તેના નજીકના સંબંધીઓને મોકલ્યો હતો. ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનારા આ બિલ્ડરે આપઘાત પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેઓ તેમના એક સંબંધીને કહે છે, મારી પર જે વીત્યું છે એની સુસાઈડ નોટ મેં બનાવી છે. આ ઉપરાંત કોલ રેકોર્ડ્સ પણ કરાયા છે. એની વિગત ઓફિસના એક કોમ્પ્યુટરમાં મૂકવામાં આવી છે. એ તું મેળવી લેજે.બિલ્ડરે વીડિયોમાં જણાવ્યું છે કે દોઢેક વર્ષથી તેને મુશ્કેલી હતી અને આ કારણે પોતે આપઘાત કરવા માટે પ્રયત્ન કરતો હતો, પણ તેની પત્નીને આ બાબતનો અંદાજો આવી ગયો હતો. એને લઇ તે તેમને એકલા મૂકતી નહોતી. આખરે જેમ તેમ કરીને પોતે આપઘાત માટે પગલું ભરતા હોવાનું વીડિયોમાં જણાવ્યું હતું.
મોટાવરાછામાં મોટા પ્રોજેક્ટ હાથ ધરનાર બિલ્ડર દ્વારા આર્થિક લેવડદેવડની મુશ્કેલીને કારણે અમદાવાદ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને અમદાવાદની જ એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બિલ્ડરે મરી જવાનું જ નક્કી કર્યું હોય એમ હોસ્પિટલમાં પણ ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આર્થિક મુશ્કેલીને કારણે ખૂબ જ ચિંતામાં રહેતા બિલ્ડરે હોસ્પિટલમાં પણ પત્નીનો દુપટ્ટો લઈ ગળેફાંસો ખાવાની કોશિશ કરી હતી. જોકે તેમનો બચાવ થયો હતો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે