Gold Rate Today: ભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો...સોનું કે ચાંદી? ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક ભાવમાં એકદમ વધારો તો ક્યારેક ભાવમાં અચાનક ઘટાડો. સોના અને ચાંદીમાં આજે શું ફેરફાર થયો છે તે જાણવા માટે ચેક કરો લેટેસ્ટ રેટ...

Gold Rate Today: ભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો...સોનું કે ચાંદી? ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક ભાવમાં એકદમ વધારો તો ક્યારેક ભાવમાં અચાનક ઘટાડો. ગઈ કાલે સોનાના ભાવ 423 રૂપિયાના ઘટાડા સાથે 71990 રૂપિયાના ભાવે ઓપનિંગ રેટમાં જોવા મળ્યો હતો. પરંતુ સાંજ પડતા જ ભાવ વધી ગયો અને 125 રૂપિયાના ઉછાળા સાથે 72115 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. જ્યારે ચાંદીમાં પણ ગઈ કાલે ઘટાડો નોંધાયો હતો. જો કે ચાંદીમાં આજે પણ એ ઘટાડો યથાવત જોવા મળ્યો છે પરંતુ સોનાના ભાવ ચડ્યા છે. જો લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ. 

આજનો સોનાનો ભાવ
ગઈ કાલની નબળાઈને બાજુ પર હડસેલીને આજે સોનું ચડતું જોવા મળ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે ઓપનિંગ રેટમાં 139 રૂપિયાના વધારા સાથે 72254 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે 22 કેરેટ સોનાની વાત કરીએ તો 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 128 રૂપિયાના વધારા સાથે 66185 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. 

જો કે ચાંદીમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં આજે ઓપનિંગ રેટમાં 880 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 91793 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc

— IBJA (@IBJA1919) May 31, 2024

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news