Gold-silver Price: સપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો, એક ક્લિકમાં જાણો નવી કિંમત
સોના અને ચાંદીના ભાવમાં આજે તેજી જોવા મળી છે. ઈન્ડિયન બુલિયન એન્જ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે શુક્રવારની તુલનામાં આજે સોમવાર સવારે એટલે કે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોનું અને ચાંદી મોંઘા થયા છે.
Trending Photos
Gold-Silver price: ભારતીય સોની બજારમાં આજે 22 મે, 2023ના સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. સોનાની કિંમત 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે. તો ચાંદીનો ભાવ 72 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધારે છે. રાષ્ટ્રીય સ્તર પર 999 શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 60760 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 72095 રૂપિયા છે.
ઈન્ડિયા બુલિયન એન્જ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) પ્રમાણે શુક્રવારની સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 60275 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે સોમવારે સવારે એટલે કે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે 60760 રૂપિયા પર આવી ગયું છે. આ રીતે શુદ્ધતાના આધાર પર સોનું અને ચાંદી મોંઘા થયા છે.
આજે શું છે કિંમત?
સત્તાવાર વેબસાઇટ ibjarates.com પ્રમાણે આજે સવારે 995 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાનો ભાવ વધીને 60517 રૂપિયા પર પહોંચી ગયો છે. તો 916 શુદ્ધતાવાળું સોનું આજે 55656 રૂપિયા થઈ ગયું છે. આ સિવાય 750 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 45570 રૂપિયા પર આવી ગયો છે. તો 585 પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત આજે 35545 રૂપિયા છે. આ સિવાય 999 પ્યોરિટી ચાંદીની એક કિલોની કિંમત આજે 72095 રૂપિયા થઈ ગઈ છે.
મિસ્ડકોલથી જાણો સોનાની નવી કિંમત
ભારતીય સોની બજારમાં ચાલી રહેલા સોના-ચાંદીના ભાવ તમે ઘરે બેસીને પણ જાણી શકો છો. તમે 7955664433 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો. ત્યારબાદ તમને એસએમએસ દ્વારા નવા ભાવ જાણવા મળી જશે. આ સિવાય તમે www.ibja.co પર સોના ચાંદીના ભાવ જાણી શકો છો.
શુદ્ધતા શુક્રવારે સાંજનો ભાવ સોમવારે સવારનો ભાવ ભાવમાં ફેરફાર
સોનું (પ્રતિ 10 ગ્રામ) 999 60275 60760 485 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 995 60034 60517 483 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 916 55212 55656 444 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 750 45206 45570 364 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 585 35261 35545 284 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 999 71784 72095 311 રૂપિયા મોંઘી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે