Gold Price Today: ઓલટાઈમ હાઈ રેટથી 4000 રૂપિયા સસ્તું સોનું, ફટાફટ ચેક કરો 10 ગ્રામ સોનાનો ભાવ
વૈશ્વિક બજારમાંથી મળેલા મિક્સ સંકેતો વચ્ચે આજે અઠવાડિયાના ત્રીજા દિવસે સોના ચાંદીના ભાવમાં મામૂલી વધારો થયો પરંતુ ગોલ્ડ પોતાના ઓલ ટાઈમ રેકોર્ડ પ્રાઈસથી ખુબ ઓછા ભાવે બજારમાં વેચાઈ રહ્યું છે.
Trending Photos
Gold Price Today 27th July 2022: વૈશ્વિક બજારમાંથી મળેલા મિક્સ સંકેતો વચ્ચે આજે અઠવાડિયાના ત્રીજા દિવસે સોના ચાંદીના ભાવમાં મામૂલી વધારો થયો પરંતુ ગોલ્ડ પોતાના ઓલ ટાઈમ રેકોર્ડ પ્રાઈસથી ખુબ ઓછા ભાવે બજારમાં વેચાઈ રહ્યું છે. એટલે કે જો સોનું લેવાનું વિચારતા હોવ તો તમારા માટે સારી તક છે.
24 કેરેટ ગોલ્ડનો ભાવ
999 શુદ્ધતાવાળું 10 ગ્રામ સોનું આજે 50780 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું સોનું 50577 રૂપિયામાં વેચાય છે. 916 પ્યોરિટીવાળું સોનું 46514 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જ્યારે 750 પ્યોરિટીવાળું સોનું આજે 38085 રૂપિયાનું 10 ગ્રામ વેચાઈ રહ્યું છે. 585 પ્યોરિટીવાળું સોનું 29706 રૂપિયે વેચાઈ રહ્યું છે.
કેટલું મોંઘુ થયું સોનું
એ રીતે 24 કેરેટ (999 પ્યોરિટીવાળું) સોનાના ભાવમાં મામૂલી 20 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે 22 કેટેટ સોનાના ભાવમાં 18 રૂપિયાનો વધારો નોંધાયો છે. ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીનો ભાવ 256 રૂપિયા વધ્યો છે અને તે 54411 પર પહોંચ્યો છે.
ઓલટાઈમ રેકોર્ડ ભાવથી કેટલું સસ્તું છે ગોલ્ડ
જો તમે આજે 24 કેરેટ સોનાનો ભાવ જુઓ તો સોનું પોતાના ઓલ ટાઈમ રેકોર્ડ ભાવથી ખુબ સસ્તું વેચાઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે ઓગસ્ટ 2020માં 24 કેરેટ સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ 55,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું હતું. જો એ રેટ સાથે સરખામણી કરીએ તો આજે સોનાના ભાવમાં 4620 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે