શું તમે એસબીઆઈનું જૂનું ડેબિટ કાર્ડ ધરાવો છો? જાણો તમારે શા માટે તાત્કાલિક ધોરણે તેને બદલાવવું પડશે

એસબીઆઈના ખાતાધારકોએ આ વર્ષના અંત સુધીમાં ઈએમવી ચીપ ધરાવતા ડેબિટ કાર્ડ લઈ લેવાનાં રહેશે

શું તમે એસબીઆઈનું જૂનું ડેબિટ કાર્ડ ધરાવો છો? જાણો તમારે શા માટે તાત્કાલિક ધોરણે તેને બદલાવવું પડશે

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સ્ટેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)એ તેના ખાતાધારકોને મેગસ્ટ્રીપ ડેબિટ કાર્ડના બદલામાં ઈએમવી ચીપ ધરાવતા ડેબિટ કાર્ડ લઈ લેવા માએ જણાવ્યું છે. 

એસબીઆઈએ જણાવ્યં કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનાં નિયમ મુજબ એસબીઆઈનાં ખાતાધારકોએ આ વર્ષના અંત સુધીમાં ઈએમવી ચીપ ધરાવતા નવાં ડેબિટ કાર્ડ લઈ લેવાનાં રહેશે. બેન્ક આ કાર્ડ મફતમાં જ બદલી આપશે, તેના માટે કોઈ પણ પ્રકારના ચાર્જ વસુલવામાં આવશે નહીં. 

એસબીઆઈએ તેની વેબસાઈટ પર લખ્યું છે કે, "દેશમાં રહેલા એસબીઆઈનાં તમામ સન્માનનિય ખાતાધારકોને અહીં સુચના આપવામાં આવે છે કે બેન્ક દ્વારા મેગસ્ટ્રીપ ડેબિટ કાર્ડને 28 ફેબ્રુઆરી, 2017થી બ્લોક કરવાનું શરૂ કર્યું છે અને જે બાકી હશે તેને ત્યાર બાદ ધીમે ધીમે કાયમ માટે બ્લોક કરી દેવામાં આવશે. તેના બદલે બેન્ક તરફથી ઈએમવી ચીપ ધરાવતા કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે. જેમનું કાર્ડ બ્લોક થઈ ગયું હોય તેઓ ઈએમવી ચીપ ધરાવતું કાર્ડ લેવા માટે ઈન્ટરનેટ બેન્કિંગ મારફતે અરજી કરી શકે છે અથવા તો જે શાખામાં તેમનું ખાતું ચાલતું હોય ત્યાં સંપર્ક સાધી શકે છે." 

વેબસાઈટ પર વધુ વિગતો આપતા જણાવાયું છે કે, ઈએમવી ચીપ ટેક્નોલોજી ડેબિટ કાર્ડ પેમેન્ટ માટેની અત્યાધુનિક વૈશ્વિક ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજી ધરાવતા ડેબિટ કાર્ડમાં એક માઈક્રોપ્રેસોસર ચીપ ફીટ કરેલી હોય છે, જેમાં કાર્ડધારકનો તમામ ડાટા ફીડ કરેલો હોય છે અને તે સંપૂર્ણ સલામત હોય છે. આ ટેક્નોલોજી મેગસ્ટ્રીપ વેરિયન્ટ્સ ઓફ કાર્ડની ટેક્નોલોજી કરતાં વધુ સારી અને સલામત છે. 

ઈએમવી ચીપ ડેબિટ કાર્ડને કેવી રીતે ઓળખશો?
તમારું ડેબિટ કાર્ડ ઈએમવી ચીપ ધરાવતું ડેબિટ કાર્ડ છે કે નહીં તે જાણવા માટે તમારા ડેબિટ કાર્ડના સામેના ભાગમાં જૂઓ. તેમાં ડાબી બાજુએ મધ્યમાં એક ચીપ ફીટ કરેલી હશે. 

મેગસ્ટ્રીપ ડેબિટ કાર્ડ કેવી રીતે ઓળખશો?
મેગસ્ટ્રીપ ડેબિટ કાર્ડમાં આગળના ભાગમાં કોઈ પણ પ્રકારની ચીપ ફીટ કરેલી હોતી નથી. 

ડેબિટ કાર્ડને બદલવા માટે કેવી રીતે અરજી કરવી?
ઈએમવી ચીપ ધરાવતું ડેબિટ કાર્ડ લેવા માટે તમારે જે શાખામાં ખાતું ચાલતું હોય ત્યાં સંપર્ક કરવો. આ ઉપરાંત તમે એસબીઆઈના ઈન્ટરનેટ બેન્કિંગ પર પણ ઈએમવી ચીપ ધરાવતું ડેબિટ કાર્ડ લેવા માટે અરજી કરી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news