ગુજરાત, દીવ-દમણના લોકો માટે મોટા ખુશખબર! સરકાર 1 સપ્ટેમ્બરથી લોન્ચ કરશે આ યોજના
GST Scheme: કેન્દ્રની મોદી સરકાર તરફથી જનતા માટે સમયાંતરે યોજનાઓ લાગૂ થતી રહે છે. હવે સરકારે એક નવી યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
GST Scheme: કેન્દ્રની મોદી સરકાર તરફથી જનતા માટે સમયાંતરે યોજનાઓ લાગૂ થતી રહે છે. હવે સરકારે એક નવી યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના એક સપ્ટેમ્બરથી ગુજરાત સહિત કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગૂ કરાશે. આ સરકાર યોજના છે 'મેરા બિલ મેરા અધિકાર' યોજના. આ સરકારી યોજના દવારા તમે મોબાઈલ એપ પર બિલ 'અપલોડ' કરીને 10,000 રૂપિયાથી લઈને એક કરોડ સુધીના કેશ પ્રાઈઝ પણ જીતી શકો છો.
કયા રાજ્યોમાં શરૂ થશે યોજના
CBIC એ જણાવ્યું કે આ યોજનાનો હેતુ લોકોને દર વખતે ખરીદી કરતી વખતે બિલ માંગવા માટે પ્રેરિત કરવાનો છે. જેમાં અસમ, ગુજરાત, હરિયાણા, પુડુચેરી, દમણ અને દીવ તથા દાદરા નગર હવેલીમાં શરૂ કરવામાં આવશે.
CBIC એ આપી જાણકારી
CBIC એ સોશિયલ મીડિયા મંચ એક્સ (પૂર્વ નામ ટ્વિટર) પર આ જાણકારી આપી છે. ટ્વીટ કરીને કહ્યું છે કે જીએસટીવાળું બિલ 'અપલોડ' કરવાથી લોકોને કેશ ઈનામ મળી શકે છે.
Mera Bill Mera Adhikaar Scheme!
👉 Launch from States of Haryana, Assam, Gujarat & UTs of Dadra & Nagar Haveli, Daman & Diu & Puducherry on 01/09/23.
👉Invoice incentive scheme which allows you to earn cash prizes on upload of GST Invoices.#Mera_Bill_Mera_Adhikaar pic.twitter.com/oswI6Afl5M
— CBIC (@cbic_india) August 22, 2023
વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકાય
'મેરા બિલ મેરા અધિકાર' એપ આઈઓએસ અને એન્ડ્રોઈડ બંને મંચ પર ઉપલબ્ધ હશે. એપ પર અપલોડ કરાયેલા ઈનવોઈસમાં વિક્રેતાનું જીએસટી આઈએન, ઈનવોઈસ નંબર, ચૂકવવામાં આવેલી રકમ અને કર રકમની જાણકારી હોવી જોઈએ. એક વ્યક્તિ એક મહિનામાં વધુમાં વધુ 25 બિલ 'અપલોડ' કરી શકે છે. જેનું ઓછામાં ઓછું મૂલ્ય 200 રૂપિયા હોવું જોઈએ.
શું છે આ યોજનાનો હેતુ
અત્રે જણાવવાનું કે હાલ સરકાર જીએસટી આધારિત બિલ જનરેટ કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે. જે હેતુસર આ યોજના લાગૂ કરવામાં આવી રહી છે. તેનાથી ટેક્સચોરી કે પછી જીએસટીમાં કરવામાં આવી રહેલું ફ્રોડ રોકી શકાશે. જીએસટી પરિષદે 50મી બેઠકમાં જણાવ્યું હતું કે 15 હજાર કરોડની ટેક્સ ચોરી બાદ 25 ટકા એકાઉન્ટ ગાયબ થઈ ગયા છે.
(ઈનપુટ- ભાષા એજન્સી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે