આ બેંકે શરૂ કરી ભારતની પ્રથમ ઇલેક્ટ્રોનિક બેંક ગેરન્ટી, જાણો વિશેતાઓ અને લાભ

India’s first Electronic Bank Guarantee: ઇલેક્ટ્રોનિક બેંક ગેરન્ટી (e-BG) એ NeSL, CVC-CBI સમિતિ અને IBA સાથે ચર્ચા કરીને વિકસિત કરવામાં આવી છે. જેથી છેતરપિંડી અને હેરાફેરીની સંભાવના ખતમ થઇ જશે. 

આ બેંકે શરૂ કરી ભારતની પ્રથમ ઇલેક્ટ્રોનિક બેંક ગેરન્ટી, જાણો વિશેતાઓ અને લાભ

India’s first Electronic Bank Guarantee (e-BG): ભારતની દિગ્ગજ પ્રાઇવેટ બેંક એચડીએફસી બેંકે ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રોનિક બેંક ગેરન્ટી (e-BG) જાહેર કરી છે. એચડીએફસી બેંકે તેના માટે નેશનલ ઇ-ગવર્નેંસ સર્વિસીસ લિમિટેડ (NeSL) સાથે ભાગીદારી કરી છે. આમ કરનાર એચડીએફસી બેંક ભારતની પ્રથમ બેંક બની ગઇ છે. સાથે જ બેંક આગામી સમયમાં સંપૂર્ણપણે ઇ-જીબી (e-BG) પ્લેટફોર્મ પર સ્વિચ કરશે. 

આ અવસર પર NeSL એમડી અને સીઇઓ દેબજ્યોતિ રાય ચૌધરીએ કહ્યું કે તેની મદદથી સામાન્ય રીતે બેંક ગેરન્ટી સાથે જોડાયેલા તમામ પેપર આધારિત દસ્તાવેજ સમાપ્ત થઇ જશે. જે સામુહિક રૂપથી બેંક અને ગ્રાહક બંને માટે ફાયદાકારક અને પારદર્શી હશે. તેમણે કહ્યું કે એચડીએફસી બેંક NeSL  પેપરલેસ ઇસ્ટેંપિંગ DDE પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ સુવિધા શરૂ કરનાર પ્રથમ બેંક છે. 

શું છે ઇલેક્ટ્રોનિક બેંક ગેરન્ટી? 
ઇલેક્ટ્રોનિક બેંક ગેરન્ટી, બેંકમાં જમા થનાર બેંક ગેરેન્ટીનું નવું રૂપ છે. જે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિકરૂપમાં હશે, તેના માટે કોઇ પેપર આધારિત બેંક ગેરન્ટીની જરૂર નહી પડે. તેનાથી જ્યાં પેપર વર્ક ઘટશે. અને સાથે આ પ્રક્રિયામાં પારદર્શિતા પણ આવશે. પ્રક્રિયાઓના સરળીકરણ તેમજ છેતરપીંડી અને ખોટા વ્યવહારોની શક્યતાઓને નાબૂદ કરવા માટે ઈ-બેંક ગેરંટીને એનઈસીએલ, સીવીસી-સીબીઆઈ સમિતિ અને આઈબીએની સાથે વિચાર-વિમર્શ કરીને વિકસિત કરવામાં આવી છે. એનઈસીએલ પોર્ટલ પરથી ઈ-બેંક ગેરંટી એપિઆઇ આધારિત ડીજીટલ વર્કફલો મારફતે કાઢી આપવામાં આવશે.

ઇલેક્ટ્રોનિક બેંક ગેરન્ટીની વિશેષતાઓ: 
ઇલેક્ટ્રોનિક બેંક ગેરન્ટી (e-BG) એ NeSL, CVC-CBI સમિતિ અને IBA સાથે ચર્ચા કરીને વિકસિત કરવામાં આવી છે. જેથી છેતરપિંડી અને હેરાફેરીની સંભાવના ખતમ થઇ જશે. 
ડિજિટલ પ્લેટફોર્મ: તેને  NeSL પોર્ટ પર જાહેર કરવા માટે EPI પર આધિરિત એક ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે.
ઇસ્ટેંપિંગ DDE પ્લેટફોર્મ: તેના માટે NeSL ના પેપરલેસ ઇસ્ટેંપિંગ DDE પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. 

ઇલેક્ટ્રોનિક બેંક ગેરન્ટીના ફાયદા:
સમયની બચત: ઇલેક્ટ્રોનિક બેંક ગેરન્ટીની મદદથી ગ્રાહક અને બેંક બંનેનો સમય બચશે. પહેલાં પેપર વર્કની પ્રક્રિયામાં 3-5 દિવસનો સમય લાગતો હતો. તેના આવવાથી કાગળ આધારિત બેંક ગેરન્ટીઓને બેંકમાં જઇને લેવી પડતી હતી, લાભાર્થીને કુરિયર, સ્ટેમ્પ લગાવવો વગેરે કામોમાંથી છુટકારો મળી જશે. 
પારદર્શિતા: તેના ઉપયોગથે આગામી સમયમાં ગ્રાહકોને પોતાની બેંક ગેરન્ટી સંબંધી ડોક્યૂમેન્ટ પહેલાં કરતાં વધુ પારદર્શી હશે. 
સુરક્ષા: આ આ પહેલથી તમામ પ્રકારની બેંક ગેરન્ટી ડોક્યુમેંટ સુરક્ષિત રહેશે. જેને આપણે ગમે ત્યારે જોઇ શકીએ છીએ. સાથે જ કોઇપણ પ્રકારની છેતરપિંડીથી બચી શકાશે. 
ડિજિટલીકરણ: આ પ્રક્રિયાથી ડિજિટલીકરણને પ્રોત્સાહન મળશે. ખાસકરીને MSMEs માટે વ્યવસાય કરવો અને વધુ સરળ બનશે, જે બેંક ગેરન્ટીના મુખ્ય અરજીકર્તા હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news