Trending Quiz : શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?

Trending Quiz : સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા માટે અલગ અલગ વિષય પર સામાન્ય જ્ઞાન હોવું ખુબ જરૂરી છે. જેમાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય વર્તમાન ઘટનાઓ વગેરે સામેલ હોય છે. આ પ્રકારનું સામાન્ય જ્ઞાન સાર્થક વાતચીતમાં ઈન્વોલ્વ થવા માટે તથા યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. 

Trending Quiz : શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?

General Knowledge Trending Quiz : નોકરીની વાત આવે અને જનરલ નોલેજની વાત ન થાય તે પચે નહીં. આજે અમે તમને એવા જ કેટલાક સામાન્ય જ્ઞાન વધારનારા સવાલો અને જવાબ વિશે જણાવીશું. જે તમને નોકરી મેળવવામાં મદદ કરી શકે છે અને તમારા સામાન્ય જ્ઞાન ભંડોળમાં પણ વધારો કરી શકે છે. જેટલું સામાન્ય જ્ઞાન સારું હોય એટલા નોકરીના ચાન્સ વધુ રહેતા હોય છે. જાણો આવા જ કેટલાક સવાલો અને જવાબ વિશે...

સવાલ 1 - કયા દેશમાં ફોટો ખેંચવો ગુનો ગણાય છે?
જવાબ 1- તુર્કમેનિસ્તાન એક માત્ર એવો દેશ છે જ્યાં ફોટો ખેંચવો એ અપરાધ ગણાય છે. 

સવાલ 2- શું તમને ખબર છે કે આખરે ભારતમાં કુલ કેટલી નદીઓ છે?
જવાબ 2- ભારતમાં લગભગ 400 જેટલી નદીઓ છે. 

સવાલ 3- પ્લાસ્ટિક બેન કરનારું ભારતનું પહેલું રાજ્ય કયું છે?
જવાબ 3- ભારતમાં પ્લાસ્ટિક બેન કરનારું હિમાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય છે. 

સવાલ 4- ભારતીય રેલવે એન્જિનને બનાવવામાં કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે તે તમને ખબર છે?
જવાબ 4- તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભારતીય રેલવે એન્જિનને બનાવવામાં લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચો આવે છે. 

સવાલ 5- નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બનતા પહેલા કયા રાજ્યના મુખ્યમંત્રી હતા?
જવાબ 5- નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બનતા પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા. 

સવાલ 6- આખરે એ કયો જીવ છે જે દગાના ડરથી પોતાની ફીમેલ પાર્ટનરનો હાથ પકડીને સૂઈ જાય છે?
જવાબ 6- સમુદ્રી જીવ ઉદબિલાવ પોતાની ફીમેલ પાર્ટનરનો હાથ પકડીને સૂવે છે કારણ કે તેને ડર હોય છે કે ક્યાંક તેની પાર્ટનર કોઈ અન્ય ઉદબિલાવ સાથે ન જતી રહે. 

સવાલ 7- શું તમને ખબર છે કે ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મૃત્યુ થઈ શકે છે?
જવાબ 7- હેલ્થ જાણકારોનું કહેવું છે કે દૂધવાળી ચા સાથે લીંબુ ખાવાથી માણસ મરી પણ શકે છે. કારણ કે તે શરીરમાં પ્રવેશ કર્યા બાદ ખુબ જ ખરાબ કોમ્બિનેશન બનાવે છે. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટર/એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news