Video - દુબઈથી ઈસ્લામાબાદ વાયા દિલ્હી...વિરાટની સદી પર ચારેતરફ સેલિબ્રેશન, 'કોહલી-કોહલી'ના નારાથી ગૂંજી ઉઠ્યું પાકિસ્તાન
Virat Kohli : ભારતની જીતમાં ફરી એકવાર વિરાટ કોહલીનું સૌથી મોટું યોગદાન હતું. વિરાટે 43મી ઓવરમાં ચોગ્ગો ફટકારીને ભારતને ન માત્ર જીત અપાવી પરંતુ તેની 51મી ODI સદી પણ પૂરી કરી. વિરાટની આ સદીની માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ ઉજવવામાં આવી હતી.
Trending Photos
Virat Kohli : ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મહત્વપૂર્ણ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને 2017ની ફાઇનલમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ભારતે પહેલા બોલિંગ કરીને પાકિસ્તાનને 241 રનમાં ઓલઆઉટ કર્યું અને પછી 43મી ઓવરમાં જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ભારતની જીતમાં ફરી એકવાર વિરાટ કોહલીનું સૌથી મોટું યોગદાન હતું. વિરાટે 43મી ઓવરમાં ચોગ્ગો ફટકારીને ભારતને ન માત્ર જીત અપાવી પરંતુ તેની 51મી ODI સદી પણ પૂરી કરી. વિરાટની આ સદીની માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ ઉજવવામાં આવી હતી.
'કોહલી-કોહલી'ના નારાથી પાકિસ્તાન ગૂંજી ઉઠ્યું
સૌથી વધુ ODI સદી ફટકારનાર વિરાટની માત્ર વિશ્વમાં જ નહીં પરંતુ ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાનમાં પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે. પાકિસ્તાનના ચાહકો મોટી સંખ્યામાં કિંગ કોહલીને ફોલો કરે છે. રવિવારે જ્યારે વિરાટે પાકિસ્તાન સામે સદી ફટકારી ત્યારે તેની સદીની ઉજવણી પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી. કોહલીએ 111 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 100 રનની અણનમ ઇનિંગ રમી હતી.
اسلام آباد میں موجود کرکٹ شائقین ویرات کوہلی کی سینچری پر خوشی مناتے ہوئے https://t.co/5KyXSQMhdh pic.twitter.com/51Uliy4GNm
— Muhammad Faizan Aslam Khan (@FaizanBinAslam1) February 23, 2025
વિરાટની સદી બાદ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં પાકિસ્તાની ફેન્સ કોહલીની સદીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, વિરાટે પોતાની સદી પૂરી કરતાની સાથે જ પાકિસ્તાની ચાહકો 'કોહલી-કોહલી'ના નારા લગાવતા પણ સાંભળવા મળ્યા હતા. વિરાટે ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરતાની સાથે જ પાકિસ્તાની ચાહકોએ કોહલી-કોહલીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.
#WATCH | Islamabad, Pakistan: On India's victory over Pakistan in #ICCChampionsTrophy match, a Pakistani cricket fan says, "We had a lot of hopes from our team that they will play well. We thought that they would reach a score of at least 315, but they did not even reach 250.… pic.twitter.com/iUsgeqd05r
— ANI (@ANI) February 24, 2025
વિરાટ માટે સદી ફટકારવી આસાન ન હતું
હકીકતમાં એક સમયે ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર 17 રન બનાવવાના હતા પરંતુ વિરાટને તેની સદી પૂરી કરવા માટે માત્ર 13 રનની જરૂર હતી. જોકે, 43મી ઓવરમાં ભારતને જીતવા માટે માત્ર 4 રનની જરૂર હતી અને કોહલીએ તેની સદી પૂરી કરવા માટે પાંચ રન બનાવવાના હતા. આ પછી વિરાટે ખુશદિલ શાહની ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને ન માત્ર જીત અપાવી પરંતુ તેની સદી પણ પૂરી કરી. કિંગ કોહલીની વનડેમાં આ 51મી સદી અને એકંદરે 82મી આંતરરાષ્ટ્રીય સદી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે