Gardening Tips: માર્ચ મહિનામાં ઝડપથી ઉગશે આ 5 શાકભાજી, માર્કેટમાંથી નહીં ખરીદવું પડે કંઈ
Kitchen Garden Tips: ઘરના ગાર્ડનમાં તમે 5 શાકભાજી મહેનત વિના ઉગાડી શકો છો. ગરમીમાં પણ આ શાકભાજી સરળતાથી ઉગી જાય છે. આ શાક ઉગાડવા માટે વધારે મહેનત કરવાની જરૂર પણ નથી.
Trending Photos
Kitchen Garden Tips: માર્ચ મહિનામાં ધીરેધીરે ગરમી વધવા લાગે છે. ગરમીની સીઝનમાં કોઈ છોડ ઉગાડવો મુશ્કેલ છે પરંતુ આ મહિનામાં કેટલાક શાકભાજી સરળતાથી ઉગી જાય છે. જો તમે પણ ઘરે ગાર્ડન બનાવ્યું છે તો તમે માર્ચ મહિનામાં આ વસ્તુઓ ઘરમાં વાવી શકો છો.
આ 5 શાકભાજીને નાનકડા કુંડામાં વાવી શકાય છે અને તેને ગરમીના વાતાવરણમાં ઉછેરવામાં વધારે મહેનત પણ કરવી પડતી નથી. આ શાક એકવાર વાવી દેશો તો માર્કેટમાંથી ખરીદવા નહીં પડે.
ભીંડો - ગરમીમાં ભીંડો સરળતાથી ઉગી જાય છે. આ છોડને ઉછેરવામાં વધારે મહેનત નહીં કરવી પડે. ભીંડો કુંડામાં પણ ઉગી જાય છે. તેના માટે માટીમાં ભીંડાના બી વાવી દેવા. થોડા દિવસે તેમાં પાણી આપવું.
લીલા મરચાં - લીલા મરચાં પણ સરળતાથી ઉગાડી શકાય છે. કુંડામાં માટી ભરી તેમાં 10 ઈંચના ગેપ પર મરચાંના બી વાવો. માટીમાં એક દિવસ છોડી એક દિવસ પાણી રેડવું.
કાકડી - કાકડી પણ ઘરે વાવી શકો છો. કાકડીના બી કુંડામાં વાવી દેવા અને પછી રોજ થોડું થોડું પાણી કુંડામાં નાખવું.
રીંગણ - ઘરમાં રીંગણ પણ વાવી શકાય છે. તડકામાં રીંગણ ઝડપથી ઉગવા લાગે છે. રીંગણમાં રોજ પાણી નાખવું જરૂરી છે.
ટમેટા - ટમેટા પણ ગાર્ડનમાં સરળતાથી ઉગી જાય છે. ઉપજાઉ માટીમાં ટમેટાના બી અને ખાતર ઉમેરી દેવું. ટમેટાનો છોડ ઝડપથી વધે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે