Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં સક્રિય થયા આતંકીઓ, બનાવ્યો ખતરનાક પ્લાન
Pakistan News: પાકિસ્તાન ગુપ્તચર એજન્સીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન ISKP તરફથી વિદેશી નાગરિકોના અપહરણની યોજના વિશે ચેતવણી આપી છે.
Trending Photos
Champions Trophy 2025 Kidnapping Threat: પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ બ્યુરોએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન ISKP (ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંત) તરફથી સંભવિત ખતરા અંગે ચેતવણી જારી કરી છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, ISKPએ આ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં વિદેશી નાગરિકોનું અપહરણ કરવાની યોજના બનાવી છે, ખાસ કરીને ચીની અને આરબ નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
અહેવાલો અનુસાર, ISKP એ બંદરો, એરપોર્ટ અને વિદેશીઓ દ્વારા વારંવાર ઉપયોગમાં લેવાતા વિસ્તારો પર નજર રાખવાનું શરૂ કર્યું છે. સંગઠન અપહરણ કરાયેલા નાગરિકોને શહેરોની બહાર સ્થિત સલામત ગૃહોમાં કેમેરાની દેખરેખથી દૂર રાખવાની યોજના ધરાવે છે. આ એવા સ્થળો હોઈ શકે છે જ્યાં ફક્ત રિક્ષા અથવા મોટરસાઈકલ દ્વારા જ પહોંચી શકાય છે. ISKP રાત્રે અપહરણ કરાયેલ વ્યક્તિઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડીને સુરક્ષા દળોથી બચવાનો પ્રયાસ કરી શકે છે.
પાકિસ્તાનમાં સુરક્ષા પડકાર
આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આયોજનોને સુરક્ષિત કરવાની પોતાની ક્ષમતાઓને લઈને ચિંતાઓનો સામનો કરી રહ્યાં છે. દેશ પર પહેલા પણ વિદેશી નાગરિકો પર હુમલાના આરોપ લાગ્યા છે, જેમાં મુખ્ય ઘટનાઓમાં 2024માં શાંગલામાં ચીની એન્જિનિયરો પર હુમલો અને 2009માં લાહોરમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર થયેલો હુમલો છે. આ ઘટનાઓએ પાકિસ્તાનની સુરક્ષા તૈયારીઓ પર સવાલ ઉભા કર્યાં હતા.
અફઘાનિસ્તાનની જાસૂસી સંસ્થા તરફથી એલર્ટ મેસેજ
અફઘાનિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી (GDI) એ મુખ્ય સ્થાનો પર ISKP હુમલાઓ વિશે અધિકારીઓને પણ ચેતવણી આપી છે. તેમણે જૂથ સાથે સંકળાયેલા ગુમ થયેલા કામદારોને શોધવાના પ્રયાસો તેજ કર્યા છે. વર્ષ 2024માં, ISKP સંલગ્ન અલ આઝમ મીડિયાએ 19-મિનિટનો વીડિયો જાહેર કર્યો હતો, જેમાં ક્રિકેટને મુસ્લિમો વિરુદ્ધ બૌદ્ધિક યુદ્ધના અંતિમ હથિયાર તરીકે વર્ણવવામાં આવ્યું હતું. તેણે એવી પણ દલીલ કરી હતી કે ક્રિકેટ રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે છે અને ઇસ્લામિક જેહાદી વિચારધારાથી વિપરીત પ્રચાર કરે છે. તેણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને ટેકો આપવા બદલ તાલિબાનની ટીકા કરી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનનો પડકાર
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન કરી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. 2017ની વિજેતા ટીમ પાકિસ્તાને શરૂઆતી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને તેની સેમીફાઈનલની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે