Horror Movies: રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ

Horror Movies: લોકોને ફિલ્મ કરતાં વેબ સીરીઝ જોવી વધારે ગમે છે. જો તમને પણ વેબ સીરીઝ જોવાનો શોખ છે તો આ 5 હોરર વેબ સીરીઝ જોઈ લો. આ વેબ સીરીઝ શરુઆતથી અંત સુધી તમને જકડી રાખશે.
 

Horror Movies: રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ

Horror Movies: એકશન, થ્રીલર સાથે હોરર જોનરની ફિલ્મો અને વેબ સીરીઝ લોકપ્રિય થતી હોય છે. હોરર જોનરની ફિલ્મો અને વેબ સીરીઝ જોવાના શોખીનો માટે ઓટીટી પ્લેટફોર્મ મોટો ખજાનો છે. અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર હોરર જોનરની બેસ્ટ વેબ સીરીઝ ઉપલબ્ધ છે. આજે તમને ઓટીટી પર ઉપલબ્ધ 5 સૌથી ખતરનાક વેબ સીરીઝ વિશે જણાવીએ. આ વેબ સીરીઝને લોકોએ ખૂબ પસંદ કરી છે. જો તમે અત્યાર સુધીમાં આ સીરીઝ જોઈ નથી તો હવે જોઈ લો.

ઈંસ્પેક્ટર ઋષિ

વર્ષ 2024 ની સાઉથ હોરર સીરીઝ છે. આ વેબ સીરીઝમાં એક ગામડાની સ્ટોરી દેખાડવામાં આવી છે. જ્યાં એક પછી એક હત્યા થવા લાગે છે. આ કેસ ઈંસ્પેક્ટર ઋષિને સોંપવામાં આવે છે. ત્યારપછી સ્ટોરીમાં જબરદસ્ત ટ્વીસ્ટ આવે છે. આ વેબ સીરીઝ પ્રાઈમ વીડિયો પર જોઈ શકાશે.

ઘોઉલ

વર્ષ 2018 માં ઘોઉલ વેબ સીરીઝની સીઝન શરુ થતી. દર્શકોએ આ સીરીઝને ખૂબ પસંદ કરી છે. આ વેબ સીરીઝ નેટફ્લિક્સ પર જોઈ શકાય છે. 

બેતાલ

2020 માં હોરર વેબ સીરીઝ બેતાલ રિલીઝ થઈ હતી. આ સીરીઝની સ્ટોરી પણ એક ગામ પર આધારિત છે. આ સીરીઝ પણ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. આ સીરીઝ જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. 

ટાઈપરાઈટર

વર્ષ 2019 માં ટાઈપરાઈટર વેબ સીરીઝ આવી હતી. આ સીરીઝ સુજોય ઘોષના નિર્દેશનમાં બની છે. આ સીરીઝ નેટફ્લિક્સ પર જોઈ શકાય છે. 

ભ્રમ

વર્ષ 2019 માં ભ્રમ વેબ સીરીઝ રિલીઝ થઈ હતી. આ એક સાઈકોલોજિકલ થ્રિલર છે. આ વેબ સીરીઝમાં કલ્કિ કોચલિન મુખ્ય ભુમિકામાં છે. આ વેબ સીરીઝ ઝી5 પર જોઈ શકાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news