Income Tax Saving Tips: માતા-પિતાની સેવા કરવાથી મળે છે મેવા! જાણો શું કહે છે ઈન્કમટેક્ષનો આ નિયમ
લોકો ટેક્સ બચાવવા માટે અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરે છે. ટેક્સમાં બચત કરવાના ઘણા રસ્તાઓ છે, જેને અપનાવીને તમે ટેક્સ બચાવી શકો છો તેમજ તમારી બચત અને રોકાણ વધારી શકો છો. તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), વીમા પોલિસી, હોમ લોન અને ભાડા જેવી વસ્તુઓના આધારે છૂટ મેળવી શકો છો.
Trending Photos
નવી દિલ્હી: આપણી સંસ્કૃતિમાં માતા પિતાની સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. એટલે જ માતા પિતાની સેવા કરવી તે દરેક માણસની ફરજ છે. આપણે ત્યાં એક કહેવત છે કે 'સેવા કરશો તો મેવા મળશે' આ માત્ર કહેવત નથી, આવકવેરા વિભાગનું પણ કહેવું છે કે માતા-પિતાની સેવા કરશો તો તેના પર થતા ખર્ચ પર ટેક્સમાં છૂટ મેળવી શકાય છે.
નાણાકીય વર્ષ તેના છેલ્લા પડાવ તરફ છે. આપણામાંથી મોટા ભાગના લોકો માર્ચ મહિનામાં ચોપડા અને હિસાબ ફિક્સ કરવામાં વ્યસ્ત છે. લોકો ટેક્સ બચાવવા માટે અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરે છે. ટેક્સમાં બચત કરવાના ઘણા રસ્તાઓ છે, જેને અપનાવીને તમે ટેક્સ બચાવી શકો છો તેમજ તમારી બચત અને રોકાણ વધારી શકો છો. તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), વીમા પોલિસી, હોમ લોન અને ભાડા જેવી વસ્તુઓના આધારે છૂટ મેળવી શકો છો.
તેના સિવાય બીજા પણ અનેક રસ્તાઓ છે, જેની મદદથી તમે ટેક્સ બચાવી શકો છો. તેમાં માતા પિતાના નામે અમુક બીમા યોજના કે બચત યોજનાઓમાં રોકાણ કરીને તમે ટેક્સમાં છૂટોનો ફાયદો ઉઠાવી શો છો. આ ઉપાય એવા લોકો માટે મદદરૂપ છે જેમના માતા-પિતા કરવેરા માળખાની બહાર છે અથવા તેમની આવક કરપાત્ર આવક કરતાં ઓછી છે.
માતા-પિતાને ગીફ્ટ આપો
તમે તમારી ટેક્ષના દાયરામાં આવનાર કરપાત્ર આવક તમારા માતાપિતાને ભેટ તરીકે આપી શકો છો. તમે તેમના નામે રોકાણ કરી શકો છો. વરિષ્ઠ નાગરિકો માટે મૂળભૂત કર મુક્તિ મર્યાદા રૂ. 3 લાખ છે, જ્યારે 80 વર્ષ અને તેથી વધુ વયના નાગરિકો રૂ. 5 લાખ સુધીની આવક પર કરના દાયરામાં બહાર આવે છે.
બેંક અથવા પોસ્ટ ઓફિસમાં થાપણો પર મેળવેલ રૂ. 50,000 રૂપિયા સુધીનું વ્યાજ વરિષ્ઠ નાગરિકો માટે કરમાંથી મુક્તિ આપવામાં આવે છે. જો તમારા માતા-પિતાની આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં વધુ હોય, તો પણ તમે તેમના ટેક્સ સ્લેબ મુજબ તેમના નામે રોકાણ કરીને કર મુક્તિ મેળવી શકો છો. માતાપિતા દ્વારા તેમના બાળક પાસેથી મળેલી રોકડ ભેટ કરમુક્ત છે. અને આવા રોકાણમાંથી મળેલી આવક કરપાત્ર આવકમાં ઉમેરવામાં આવશે નહીં.
માતાપિતા માટે આરોગ્ય વીમો
તમે તમારા માતાપિતા માટે કોઈ હેલ્થ પોલિસી ખરીદી શકો છો. ઈન્કમ ટેક્સના સેક્શન 80D હેઠળ જો માતા-પિતાની ઉંમર 60 વર્ષની અંદર હોય તો હેલ્થ વીમા પર 25,000 રૂપિયાની કપાતનો દાવો કરી શકાય છે. જો માતા-પિતાની ઉંમર 60 વર્ષથી વધુ છે, તો ટેક્સ મુક્તિ મર્યાદા 50,000 રૂપિયા છે. ખાસ વાત એ છે કે ટેક્સમાં આ છૂટ સેક્શન 80D હેઠળ 25,000 રૂપિયાની મર્યાદાથી અલગ છે. સેક્શન 80D હેઠળ તમે તમારા પોતાના પરિવાર માટે સ્વાસ્થ્ય વીમા પર કર મુક્તિનો લાભ લઈ શકો છો.
માતા-પિતાને ભાડું
જો તમે પગારદાર કર્મચારી છો, તો તમે તમારા માતાપિતાને ભાડું ચૂકવીને ટેક્સ બચાવી શકો છો. ધ્યાન રાખો કે મિલકત માતા-પિતાના નામે હોવી જોઈએ. આ રીતે તમે ભાડાના આધારે ટેક્સમાં છૂટ મેળવી શકો છો.
વિકલાંગ માતાપિતાની સેવા
તમે વિકલાંગ માતાપિતા પર થતા ખર્ચ માટે આવકવેરામાં દાવો કરી શકો છો. આવકવેરાની કલમ 80DD હેઠળ જો કોઈના માતા-પિતા દિવ્યાંગ છે તો તે વ્યક્તિ આવકવેરામાં મુક્તિ લઈ શકે છે. 40 ટકા સુધી વિકલાંગ માતા-પિતાને રૂ. 75,000 રૂપિયા સુધીના ખર્ચ પર કર મુક્તિનો લાભ મળે છે. જો પરિવારમાં બે ભાઈઓ છે, બંને તેમના માતા-પિતા પર ખર્ચ કરી રહ્યા છે, તો પછી જોવામાં આવશે કે તમારો ખર્ચ કેટલો છે. જો બંને ભાઈઓ 75-75 હજાર રૂપિયા ખર્ચ કરે છે, તો બંને ભાઈઓ આવકવેરામાં મુક્તિનો દાવો કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે