2018માં દરરોજ 2,200 કરોડ રૂપિયા વધી ભારતીય ધનવાનોની સંપત્તિ

ઓક્સફેમના એક અભિયાસમાં ખૂબ ચોંકાવનાર ખુલાસા સામે આવ્યા છે. અભ્યાસ પ્રમાણે ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં ગત વર્ષે દરરોજ 2200 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 
 

2018માં દરરોજ 2,200 કરોડ રૂપિયા વધી ભારતીય ધનવાનોની સંપત્તિ

નવી દિલ્હીઃ ભારતીય ધનવાનોની સંપત્તિમાં ગત વર્ષે દરરોજ 2200 કરોડ રૂપિયાનો વધારો થયો છે. વર્ષ 2018માં 1% ધનવાનો 39% વધુ ધનિક થયા, જ્યારે નાણાકિય રીતે નબળા લોકોની સંપત્તિમાં માત્ર ત્રણ ટકાનો વધારો થયો છે. ઓક્સફેમ દ્વારા સોમવારે જાહેર કરાયેલા એક અભ્યાસમાં આ જાણકારી સામે આવી છે. 

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વર્ષના પાંચ દિવસીય બેઠક પહેલા જાહેર થયેલા વર્ષના અભ્યાસ પ્રમાણે વૈશ્વિક સ્તર પર વર્ષ 2018માં ધનકુબેરોની સંપત્તિમાં દરરોજ 12 ટકા કે 2.5 અબજ ડોલરનો વધારો થયો છે. જ્યારે વિશ્વના સૌથી ગરીબ લોકોની સંપત્તિમાં 11 ટકાનો ઘટાડો થયો છે. 

13.6 કરોડ લોકો દેવામાં ડૂબેલા
ઓક્સફેમે કહ્યું કે, 13.6 કરોડ ભારતીયો વર્ષ 2004થી દેવામાં ડૂબેલા છે. 13.6 કરોડની આ વસ્તી દેશની સૌથી ગરીબ વસ્તીના 10 ટકા છે. ઓક્સફેમે કહ્યું કે, ધનવાનો-ગરીબો વચ્ચે આ વધતી ખીણ વિરુદ્ધ લડાઈને નબળા, અર્થવ્યવસ્થા બરબાદ અને નબળા લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. 

મુઠ્ઠીભર લોકોની સંપત્તિમાં વધારો
ઓક્સફેમ આંતરરાષ્ટ્રીયના કાર્યકારી ડાયરેક્ટર વિની વ્યાનયિમાએ કહ્યું, નૈતિક રૂપથી આ ખૂબ અપમાનજનક છે કે મુઠ્ઠીભર અમીર લોકો ભારતની સંપત્તિમાં પોતાની ભાગીદારી વધારતા જાય છે, જ્યારે ગરીબો બે ટકની રોટલી અને બાળકોની દવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેમણે કહ્યું, ટોંચના એક ટકા અને બાકી ભારત વચ્ચે આ અસમાનતા યથાવત રહી, તો તેનાથી દેશની સામાજીક અને લોકતાંત્રિક રચના સંપૂર્ણ રીતે બગડી જશે. 

26ની પાસે 3.8 અબજ વસ્તીને બરોબર સંપત્તિ
ઓક્સફેમે જણાવ્યું કે, સંપત્તિ કેટલાક લોકો પૂરતી સિમિત થતી જાય છે. 26 લોકોની પાસે એટલી સંપત્તિ છે જેટલી વિશ્વના 3.8 અબજ લોકોની પાસે છે અને તે વિશ્વની અડધી સૌથી વધુ ગરીબ જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. 

10 ટકા વસ્તી પાસે 77.4 ટકા સંપત્તિ
ભારતની 10 ટકા વસ્તી પાસે દેશની કુલ સંપત્તિનો 77.4 ટકા ભાગ છે. જ્યારે એક ટકા લોકોની પાસે દેશની કુલ સંપત્તિનો 51.53 ટકા ભાગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news