ખુશખબરી: 2020માં ભારતીય અર્થવ્યવસ્થા આકાશને આંબશે, ચીનથી પણ આગળ નિકળી જશે ભારત
ભારતીય અર્થવ્યવસ્થા હાલના નાણાકીય વર્ષમાં સાત ટકાના દરથી વૃદ્ધિ કરશે. તેના પર બેંકરપ્સી કાનૂનો, જીએસટી, બનાવટી કંપનીઓ પર કાર્યવાહી અને ગત પાંચ વર્ષોમાં અપનાવવામાં આવેલા રાજકોષીય વિવેક જેવા મજબૂત માળખાકીય સુધારાની અસર થશે. આ વાત મુખ્ય સલાહકાર (સીઇએ) કૃષ્ણમૂર્તિ વી.સુબ્રહ્મણ્યમે સોમવારે જણાવી. સુબ્રહ્મણ્યમે વિશેષ વાતચીતમાં કહ્યું કે આ ઉપાયોની અસર હાલની આર્થિક સુસ્તીનું સ્થાન ધીમે-ધીમે ઉચ્ચ રોકાણ અને વપરાશ લઇ લેશે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થા હાલના નાણાકીય વર્ષમાં સાત ટકાના દરથી વૃદ્ધિ કરશે. તેના પર બેંકરપ્સી કાનૂનો, જીએસટી, બનાવટી કંપનીઓ પર કાર્યવાહી અને ગત પાંચ વર્ષોમાં અપનાવવામાં આવેલા રાજકોષીય વિવેક જેવા મજબૂત માળખાકીય સુધારાની અસર થશે. આ વાત મુખ્ય સલાહકાર (સીઇએ) કૃષ્ણમૂર્તિ વી.સુબ્રહ્મણ્યમે સોમવારે જણાવી. સુબ્રહ્મણ્યમે વિશેષ વાતચીતમાં કહ્યું કે આ ઉપાયોની અસર હાલની આર્થિક સુસ્તીનું સ્થાન ધીમે-ધીમે ઉચ્ચ રોકાણ અને વપરાશ લઇ લેશે.
WhatsApp માં જોવા મળી ખામી, મિસ કોલ વડે ઇંસ્ટોલ કરવામાં આવ્યું જાસૂસીવાળુ સોફ્ટવેર
સુબ્રહ્મણ્યમે કહ્યું ''અમે સાત ટકા વૃદ્ધિ દરના પોતાના અનુમાનને જાળવી રાખીશું. કરવામાં આવેલા સુધારાઓની અસર જોવા મળશે. ભારત ચીનથી આગળ નિકળીને સૌથી ઝડપી વૃદ્ધિ કરનાર અર્થવ્યવસ્થા બનાવવામાં સક્ષમ હશે. એશિયન ડેવલોપમેંટ બેંક (એડીબી) ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) અને આંતરાષ્ટ્રીય મુદ્વા કોષ (આઇએમએફ)એ ભારતનો જીડીપી દરના 2019-20 માટે અનુમાન 7.3 ટકા રજૂ કરવામાં આવ્યો છે.
ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર ડિસેમ્બરની ત્રિમાસિક 6.6 ટકા હતી, જે પાંચ ત્રિમાસિકોમાંથી સૌથી વધુ છે. તેના લીધે સરકારના સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે ગત મહિને 2018-19 ના અનુમાનને 7.2 ટકાથી ઘટીને સાત ટકા કરી દીધો. સીઇએ કહ્યું કે આર્થિક વૃદ્ધિ પર રોકાણને ઘણી અસર થશે અને ચૂંટણી વર્ષના લીધે ઉદ્યોગ જગતના રાહ જુએ અને જુઓની સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાની પાસે વિકાસ કરવાની ક્ષમતા છે અને ઉપભોગ 80 ટકાથી નીચે જતો રહ્યો, જેના લીધે રોકાણમાં ઘટાડો થયો છે. સુબ્રહ્મણ્યમના અનુસાર, ગત પાંચ વર્ષોમાં ઘણા માળાકીય સુધાર થયા છે, જેનું પરિણામ થોડા સમય બાદ દેખાવવા લાગશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે